________________
mommun
કુમારપાળ ચરિત્ર ચંદ્રની સ્ના સરખે ઉજજવળ યશ મળે છે.
મનની દઢતા અને પુરુષનું માન કરવાથી પિતાના ગુણેપર પ્રતીતિ થાય છે. એટલું જ નહીં પણ કે ગુદય પ્રસરતો નથી ?
જે કે, વાયુ અચેતન છે, તે પણ તે વનમાં ભમવાથી સુગંધ મય થાય છે, તે સચેતન પુરુષ પૃથ્વી પર પરિભ્રમણ કરવાથી ગુણવાન કેમ ન થાય?
માટે હે મિત્ર ! તું સુખેથી ઘેર જા. તારે માર્ગ દુખદાયક મા થાઓ. હું પિતાની આજ્ઞા પ્રમાણે દેશાંતર જાઉં છું. | સુમિત્ર છે. સ્વામિ ! તું જા, એ આપનું વચન યેગ્યા નથી. દેહિનો ત્યાગ કરી દેહ શું નિરનેહ થઈ ચાલી શકે ખરે ?
આપની સેવામાં રસિક હેવાથી મને માર્ગ પણ દુઃખદાયી થશે નહીં.
કપક્રમને સેવનાર પ્રાણીને શું દરિદ્રતાની પીડા થાય ખરી?
જે એ જ તારો વિચાર હોય તે વેળાસર પ્રતિષ્ઠા સહિત અહીંથી તું ચાલ, એમ કહી મિત્ર સહિત રાજકુમારે ત્યાંથી પ્રયાણ કર્યું. ચંદ્રને નિસ્તેજ કરતી તે બંનેની મુખકાંતિ ઘરની અંદર જેવી હતી, તેવી જ પ્રવાસમાં પણ દીપતી હતી.
અહો મહાત્માઓના ધર્યની સીમા હોતી નથી. ઉત્સવ અને વિપત્તિ કાળમાં પણ મહાન પુરુષે સમાન રૂપમાં હોય છે.
મંથન કરવા પહેલાં અને પછીથી પણ મહાસાગરની સ્થિતિ એક સરખી જ હોય છે. પરજનની વિનંતિ
વિરાંગદ અને સુમિત્ર એ બંનેનું પ્રયાણ સાંભળી તેમના ગુણ સમૂહથી મેહિત થયેલા નગરના લેકે બંધુની માફક તેમની પાછળ ગયા. અને બહુ શોકાતુર થઈ વિનંતિ કરવા લાગ્યા.
હે રાજકુમાર! પરોપકારી જનેમાં અગ્રણી, શરણાગત જનનું પાલન કરનાર અને નેત્રને આનંદ આપનાર એવા આપ ક્યાં જાઓ છે?