________________
૧૨
કુમારપાળ ચરિત્ર આ સંસારમાં આપના સરખા ઘણા સજજનરૂપી મેઘ ન હોય તે વિપત્તિરૂપી અગ્નિના તાપથી તપેલી પૃથ્વી કેવી રીતે રહી શકે?
હાલમાં હું નિર્ધન છું. આપે મને જીવિતદાન આપ્યું છે, તે આપને અનુણી હું કેવી રીતે થાઉં?
માત્ર ચીર્યના ત્યાગરૂપી મારી ભક્તિ જ આપને વિષે સ્થિર થાઓ. એ પ્રમાણે ચારની પ્રાર્થના સાંભળી બુદ્ધિમાન વીરાંગદે સવગે પહેરેલાં પિતાનાં આભૂષણોવડે સત્કાર કરી તેને વિદાય કર્યો.
અહો ! સરુષની ઉદારતા કેવી હોય છે!
આ મારૂં વૃત્તાંત સાંભળી મારા પિતા મારી ઉપર ક્રોધ કરે છે કે નહીં? એવી જીજ્ઞાસાથી રાજકુમાર કેટલાક સમય ત્યાં જ રોકાયે. શૂરાંગદpકેપ
સુભટો શૂરાંગદ રાજાની પાસે આવ્યા અને તેમના મુખથી પિતાના પુત્રની પ્રવૃત્તિ સાંભળી રાજાની ભ્રકુટી એકદમ ભયંકર થઈ ગઈ અને બહુ ક્રોધથી તે બે.
રે સુભટ ! આ અવિનીત પુત્ર મારે ત્યાં કયાંથી જન્મે ? ચેરનું રક્ષણ કરવાથી જે લેકમાં પ્રાણાપહારી થા.
ન્યાય એજ એક જીવન છે જેનું, એવા મારાથી આ અન્યાયી પુત્ર થયો, તે શું અમૃતમય ચંદ્રમાંથી અંગારાની વૃષ્ટિ થઈ ન ગણાય?
મેં ચોરને નિગ્રહ કર્યો હતે, છતાં એણે બલાત્કારે તેને બચાવ કર્યો.
અહે ! મારું પણ એણે અપમાન કર્યું, તેથી આ પુત્ર નથી પણ શત્રુ છે.
પિતાને અન્ય પણ કોઈ નીતિમાન હોય તો તે માન્ય હોય છે અને અવિનીતપુત્ર હોય તે પણ તે દ્વેષી થાય છે.
જેમકે શનિ પાપ ગ્રહ હોવાથી સૂર્યને અપ્રિય છે અને ચકવાક શ્રેષ્ઠ હેવાથી અતિપ્રિય થાય છે.
માટે રે સુભટો ! તમે ત્યાં જાઓ અને મારાં વચન તેને કહી મારા હુકમથી ચેરની માફક તેને દેશપાર કરે.