________________
ભયાકાંતર
૧૧ અને સાધુ પુરુષ અંગીકાર કરેલા વ્રતને જેમ જીવતાં સુધી છોડતા નથી,
તેમ પરાક્રમી પુરુષ કદાચિત મરી જાય તેપણુ શરણે આવેલાને છેડતે નથી.
આત્મ સમાન આ જગતમાં કેનું પાલન કરવું? અને કેને નાશ કરે? કેવલ શરણાગત ઉપર સર્વ જનને હિતકારી દયા જ કરવી તે ઉચિત છે.
માટે તમે અહીંથી ચાલ્યા જાઓ અને રાજાથી ભય પામતા હૈ તે તમે ભૂપતિને કહેજે,
આપના કુમારે અમારી પાસેથી બલાત્કારે ચોરને મુક્ત કરાવ્યો. એમ કહી સુભટોને વિદાય કરી વિરાંગદે ચેરને કહ્યું. આ ચેરીના સુખનો તને અનુભવ હાલમાં થયે કે નહીં?
દુર્ગાનરૂપી પાણીથી સિંચેલા કુકર્મરૂપી વૃક્ષનું વધાદિકરૂપી પુષ્પ આ લેમાં પ્રાપ્ત થાય છે અને મરીને નરક થાનમાં ઘણી યાતનારૂપી ફલ ભેગવવું પડે છે.
ધાર્મિક ઉપાયો વિદ્યામાન છતાં કયે બુદ્ધિમાન પુરુષ ચૌર્ય કર્મ કરે ?
સુંદર આમ્રફલને ત્યાગ કરી નિબફલ (લી બળીએ) કેણ ખાય?
મેં કેટલે કલેશ સહન કરી હાલમાં તને છોડાવ્યા છે. ફરીથી ચોરી કરતાં તું જે પકડાઈશ તો તને કોણ મૂકાવશે ?
માટે હે સાધુ પુરુષ! વિષસમાન પ્રાણને અપહાર કરનાર ચેરીને ત્યાગ કરી અમૃતસમાન પિતાનું હિત કરનાર ધર્મનું તું સેવન કર.
એ પ્રમાણે કુમારના ઉપદેશરૂપી અમૃતનું પાન કરવાથી ચેરનું હદય ઉઘડી ગયું અને વીરાંગદને પ્રણામ કરી તે ઉચ્ચસ્વરે કહેવા લાગે.
હે રવામિ ! મારા પિતા, માતા, ભ્રાતા અને પ્રાણદાતા પણ તમે છે. કારણ કે, યમસમાન આ દુર્વ્યસનથી મારૂં તમે રક્ષણ કર્યું છે.