________________
ભયાકાંતર.
આજે રાજાને કેશ (ખજાનો લુંટી આ ચેર બહુ ઉતાવળથી નાતે પિતાના કર્મોવડે મનુષ્યની જેમ સર્વ બાજુએ ઉભા રહી અમોએ પકડયો હતે.
પછી રાંગદરાજાએ તેને મારવાની આજ્ઞા કરી. વધસ્થાનમાં તે લઈ જવામાં આવ્યું.
ત્યાંથી શશક (શશલા ની જેમ આ ચોર નાશીને હે ગુણિન ! તમારે શરણે આવ્યો છે. માટે તે સ્વામિન! નીતિ તરફ દષ્ટિ કરો.
જલદી એને આપી દે. જેથી આ ચારને હણીને અમે સજજનેમાં શાંતિ ફેલાવીએ.
તે સાંભળી દયાલ વીરાંગદ સુભટોને કહેવા લાગ્યો.
જો કે આ ચોર મારવા લાયક છે, તો પણ હું તેને આપવાને -નથી.
જેમ ચંદ્ર આનંદ આપવાથી અને સૂર્ય તાપ આપવાથી લેકમાં પ્રસિદ્ધ છે, તેમ ક્ષત્ર શબ્દ શરણાગતનું રક્ષણ કરવાથી સાર્થક છે.
જે એનું રક્ષણ હું ન કરૂં, તે કીટનું નામ જેમ ઇંદ્રગેપ હોય છે, તેમ મારે ક્ષત્ર શબ્દ વ્યર્થ થાય.
જેના શરણે આવેલ માણસ મદોન્મત્ત હાથીની માફક નિર્ભયમનથી ઈચ્છા પ્રમાણે વારંવાર ન ફરે તો તેનું અભિમાન શા કામનું? अचेतनास्ते तरवोऽपि वर्ष्या-स्तापादुपेत प्रतिपालयन्तः । सचेतनास्ते न पुनः पुमांसो-ऽप्यवन्ति भीतेन जन श्रित ये ॥१।।
અચેતન એવાં વૃક્ષો પણ તાપથી પીડાયેલા અને પાસે આવેલા મનુષ્યનું પાલન કરે છે તે તે પ્રશંસાપાત્ર થાય છે, તેમજ જેઓ ભયને લીધે શરણે આવેલાનું રક્ષણ કરતા નથી તેવા સચેતન એવા પણ પુરૂષે નિંદવાલાયક થાય છે.
માટે હે સુભટો ! મારા શરણાગતનું રક્ષણ કરવા રૂપી વ્રતને પાલવા માટે અન્યાયી એવા પણ આ ચારને તમે છોડી દો,