________________
કુમારપાળ ચરિત્ર તે ફરીથી સુભટે બેલ્યા. હે રવામિ! એનું રક્ષણ કરવાથી આપને શું ફેલ થવાનું છે? વળી એને છોડી દેવાથી ઉલટો શત્રુની માફક તે લેકને બહુ દુઃખદાયક થશે,
ચેર, વ્યાધિ, શઠ અને શત્રુએ ચારેને શુભેચ્છુ પુરુષે કંદની. માફક મૂળમાંથી ઉખેડી નાખવા જોઈએ.
અને જો તેમનું રક્ષણ કરવામાં આવે તે તેઓ વિરૂદ્ધ કાર્ય કર્યા વિના રહેતા નથી.
જેમ સૂર્ય અંધકારને નાશ કરી જગતને પ્રકાશ આપે છે, તેમ સમર્થ પુરુષ દુર્જનને ઉછેદ કરી સજજન લેકોનું પાલન કરે છે.
ચેર લેકેની સહાયતા કરવાથી જે સાધુ પુરુષને કલેશ વધાર તે પાષાણના લેભથી ચિંતામણિનું ચૂર્ણ કરવા સમાન છે.
આ અન્યાય જાણી ન્યાયવાદી તમારા પિતા પણ અમારી ઉપર બહુ ગુસ્સે થશે અને તત્કાળ અમારે પ્રાણાંત કરાવશે.
તે સાંભળી ઉજવલ દંતકાંતિના મિષથી હૃદયમાં કુરણયમાન દયારૂપી સરિતાની લહેરને બતાવતે વીરાંગદકુમાર ફરીથી તેમને કહેવા લાગ્યા.
તમોએ જે ન્યાયની બાબત કહી તે વાત સત્ય છે. પરંતુ તમે. જે ક્ષત્રિય હેવ તે ક્ષત્રિયને ધર્મ કે છે? તેનો ખ્યાલ કરે.
ક્ષત્રિયે ધર્મ શાસ્ત્રમાં અને લેકમાં પણ પ્રસિદ્ધ છે કે ધન અને પ્રાણવડે પણ દુખીનું રક્ષણ કરવું જ જોઈએ. તેમજ -
शेषः स्व शेखरमणिं रमणी विवोढा, ___ स्तम्बेरमो द्विदशनी मृगराटू स्वशौर्यम् । साधुव्रत भटजनः शरणागत च,
जीवन्न मुञ्चति पर म्रियते कदाचित् ॥१।। શેષનાગ પિતાના મસ્તક મણિને, પતિ પિતાની સ્ત્રીને, હાથી હાથણીને, મૃગેંદ્ર પિતાના પરાક્રમને,