________________
જાવ. દેવેન્દ્ર સૂ. મ. કહે ઃ મારું શું ? બસ, અમે સેવામાં રોકાઈ ગયા.
* અંજારમાં પં. ભદ્રંકર વિ.મ. નો પત્ર આવ્યો ઃ ધ્યાનવિચાર ગ્રંથનું એકવાર અવલોકન કરી લેજો. હું કંટાળ્યો : આ ભેદ–પ્રભેદોની ભાંજગડમાં કોણ પડે ? પણ પં. મ. પર પૂરો ભરોસો ! મેં થોડી મહેનત કરીને ખૂબ જ આનંદ થયો. ગ્રંથ સમજાયો.
‘જિનવર – જિન – આગમ એકરૂપે' એ પંક્તિ જો ખરી રીતે માનતા હોઈએ તો ગ્રંથમાં કંટાળાય કેમ ?
મારા અને મારા વચનમાં ભેદ છે ? જો આ ભેદ ન હોય તો ભગવાન અને ભગવાનના વચનમાં ભેદ શી રીતે હોય ? ભગવાનના વચન એટલે આગમ.
પછી તો ધ્યાન–વિચારમાંથી જે પદાર્થો મળ્યા છે, તે બીજે ક્યાંયથી નથી મળ્યા. મને લાગ્યું : આ તો આગમ ગ્રંથનો જ એક ટુકડો છે. પક્ષ્મિસૂત્રમાં લખ્યું છે : ‘જ્ઞાળ વિત્તિ’. ‘ધ્યાન વિમહિ’ તેનો જ આ (ધ્યાન વિચાર) અંશ હોય તેમ લાગ્યું. તેની શૈલી પણ આગમપૂર્વકની, ૪ નય, સમભંગી વગેરે એ જ પ્રમાણે !
× ૧૪ પૂર્વે ૧૪ પૂર્વીને છેલ્લી વખતે યાદ નથી રહેતા, નવકાર જ યાદ રહે છે. એ અપેક્ષાએ ૧૪ પૂર્વેથી નવકાર ચડી જાય. માટે જ હું આગંતુક પાસે નવકારવાળીની બાધાનો આગ્રહ રાખું છું.
કહે કલાપૂર્ણસૂરિ .
Jain Education International
For Private & Personal Use Only
... ૪૧ www.jainelibrary.org