________________
ભા. વ. ૧૧, સવાર, તા. જી-૧૦-૯૯
* મળેલા સમય, શક્તિ, કે સંપત્તિ કોક પૂર્વના પુણ્યના પ્રતાપે મળી છે, તો હવે તે શક્તિઓ બીજા માટે કામ લાગવી જોઈએ. તો તે અક્ષય બને છે અન્યથા ખૂટી જાય છે.
* દ્રવ્યથી શુદ્ધિ ગુણથી એકતા
પર્યાયથી ભિન્નતા
પંન્યાસજી મ. સાથે આ બાબતમાં જ્યારે અમને તેઓ મલ્યા ન હતા, ત્યારથી પત્ર વ્યવહારથી સ્પષ્ટીકરણ કર્યું હતું.
સિદ્ધ ભ. ના સુખ સામે કોઈપણ પદાર્થની તુલના ન થઈ શકે.
જ્યાં એક સિદ્ધ છે ત્યાં અનંત સિદ્ધ છે. અરે, આ સ્થાનમાં પણ જ્યાં આપણે બેઠેલા છીએ ત્યાં પણ અનંતા સિદ્ધો બેઠેલા છે.
ભક્તની ભાષા અલગ હોય.
દુનિયાની ભાષા અલગ હોય.
આપણી આસપાસ અનંતા નિગોદના જીવો રહેલા છે કે નહિ ? તે બધા સત્તાથી સિદ્ધ છે કે નહિ ?
‘‘પૂરણ મન સબ પૂરણ દિસે.’’ ભક્તને બધે પૂર્ણ દેખાય છે. સિદ્ધો જ નહિ, ભક્તો પણ જાતને પૂર્ણરૂપે જોતા થઈ જાય છે.
૨૯૬
Jain Education International
For Private & Personal Use Only
.....
કહે કલાપૂર્ણસૂરિ
www.jainelibrary.org