________________
કરે ' ક
જ
પંચવસ્તુફ. સોમવાર. આ. વદ – ૦)), ૮-૧૧-૯૯.
* જહાજમાં બેસાડીને ઈષ્ટસ્થાને પહોંચાડે તેનો કેટલો ઉપકાર માનીએ? એથી પણ અનંત ઉપકાર તીર્થકરોનો છે, જેમણે આપણને તીર્થના જહાજમાં બેસાડ્યા છે.
જાજનો માલિક ભલે ગેરહાજર હોય, પણ જહાજનું કામ ચાલુ જ રહે, તેમ ભગવાન ભલે ગેજર હોય, તીર્થનું કામ ચાલુ જ રહે. - * અષ્ટાંગને યોગ કહેવાય તેમ ચારિત્ર પણ યોગ કહેવાય. ચારિત્રમાં દર્શન - જ્ઞાન હોય જ. ચારિત્રી જ્ઞાની અને શ્રદ્ધાળુ હોય જ. નહિ તો એનું ચારિત્ર સાચું ન ગણાય.
* ‘ભાવથી ભાવ પેદા થાય તેમ દુનિયામાં પણ કહેવાય છે. આપણે જેવો ભાવ રાખીએ, સામી વ્યક્તિને તેવો જ ભાવ પેદા થાય. આપણે છેતરપીંડીનો ભાવ રાખીએ ને ઉપરથી ગમે તેટલો દેખાવ કરીએ, પણ સામી વ્યક્તિને ખબર પડ્યા વિના ન રહે.
વક્તાના ભાવની શ્રોતા પર ઘણી જ અસર પડે. વક્તા સ્વયંમાળા ન ગણતો હોય તો ‘તમે માળા ગણજો એવી એની શિખામણ ભાગ્યે જ શ્રોતાના ગળે ઊતરશે.
ખૂબ ગોળખાતા છોકરાને પેલા સંન્યાસીએ ત્યારે જ પ્રતિજ્ઞા ન આપી, પણ ૧૫ દિવસ પછી આપી. ખુલાસો કરતાં કહ્યું: “હું પોતે ગોળ ખાતો હોઉં તો તે બંધ કરવાની પ્રતિજ્ઞા બીજાને શી રીતે આપી શકું? મારે ૧૫ દિવસથી ગોળ બંધ છે. હવે જ હું એ પ્રતિજ્ઞા આપવાનો અધિકારી ગણાઉં.”
આ વાર્તા તમે ઘણીવાર સાંભળી હશે? શિષ્યોને જે આપવું હોય તે ગુરુએ સ્વમાં ઊતારવું પડે. ઘણીવાર ગુરુ શિષ્યને કહે કલાપૂર્ણસૂરિ .......
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org