________________
ક્રિયા છોડીને જે ધ્યાનમાં જ જોડાવા પ્રયત્ન કરે છે તે ધ્યાનને તો નથી પામી શકતો પણ ક્રિયાથી પણ ભ્રષ્ટ બને છે.
* ભૂજના એક અજૈન ભાઈએ ‘‘હું પરિવારને સંતોષ આપી શકતો નથી.’’ વગેરે કહીને ધ્યાનની ઊંચી વાતો કરી.
:
મેં કહ્યું ઃ તમે અત્યારે ક્યાં છો ? તે જુઓ. કર્તવ્ય નિભાવો પછી તેના ફળરૂપે ધ્યાન મળશે.
ગઈકાલે જ એ પાછો આવ્યો કહે : ‘મહારાજ ! હવે આનંદ આનંદ થઈ ગયો.’ તમે જાણો છોઃ ૧૦પૂર્વી માટે જિનકલ્પ સ્વીકારનો નિષેધ છે ? શા માટે ? એ ગચ્છ પર ઘણો ઉપકાર કરી શકે તેમ છે માટે.
આ જ વાત થોડા અંશે અન્યત્ર પણ લાગુ પડી શકે.
ગઈકાલના ષકારક ચક્ર આત્મામાં ઘટાડીએ.
૧) કારક ઃ દ્રવ્ય-ભાવકર્મનો કરનાર આત્મા સ્વયં કારક છે. ૨૪ કલાક કર્મબંધનનું આ કામ ચાલુ જ છે. કારણકે જીવમાં કર્તૃત્વાદિ શક્તિઓ ઊઘાડી જ છે. એ શક્તિઓને વિભાવથી અટકાવીને સ્વભાવગામી ન બનાવીએ ત્યાં સુધી મોક્ષ તો શું સમ્યક્ત્વ પણ ન મળે. કર્મ પછી જ કપાય. જોકે, પછી પણ પ્રયત્ન તો કરવો જ પડે.
નખને પણ કાપવા પ્રયત્ન કરવો પડે તો પ્રયત્ન કર્યા વિના કર્મ શી રીતે કપાય ? ૨) કર્મ : દ્રવ્ય-ભાવ કર્મનું બંધનરૂપ કાર્ય.
૩) કરણ ઃ ભાવાશ્રવ - અશુદ્ધભાવ પરિણતિ. પ્રાણાતિપાતાદિ-દ્રવ્યાશ્રવ. ૪) સંપ્રદાન ઃ નવી અશુદ્ધતાથી નવા કર્મોનો લાભ થાય તે.
૫) અપાદાન : આત્મ-સ્વરૂપનો અવરોધ. ક્ષાયોપશમિક ગુણોની હાનિ થવી તે. સ્વરૂપથી છુટા પડવું.
૬) આધાર ઃ આવી અનંત અશુદ્ધિઓનું આશ્રયસ્થાન આત્મપ્રદેશો.
આ કારક-શક્તિઓનું કામ અનાદિકાળથી આ ચાલુ છે. આપણી જ કારક શક્તિઓ આપણું નુકશાન કરી રહી છે.
‘“સ્વ-ગુણ આયુધ થકી કર્મ ચરે, અસંખ્યાત ગુણી નિર્જરા તેહ પૂરે; ટલે આવરણથી ગુણ વિકાસે,
કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
... ૪૯૭
www.jainelibrary.org