Book Title: Kahe Kalapurn Suri
Author(s): Kalapurnsuri
Publisher: Shantijin Aradhak Mandal Manfara

View full book text
Previous | Next

Page 511
________________ બહુમાન નહોતું. કુમારપાળમાં બહુમાન હતું. સાક્ષાત્ ભગવાનના વિરહમાં ભગવાનના નામ અને રૂપમાં ભક્તસાક્ષાત ભગવાનને જ જુએ. સવાલ ફક્ત બહુમાનનો જ છે. * હું લોભી ખશે. લોભ હજુ ગયો નથી. મેં અધ્યાત્મગીતા પાકી કરેલી છે. હજુ ગઈ નથી. બીજા પણ તે પાકી કરે તેનો લોભ ખરો. મને ઉપકાર થયો તે ઉપકાર બીજા પર પણ થાય, તેવો લોભ ખરો. * ફલોદીમાં બહુજનાનપણમાં સૌપ્રથમ “અધ્યાત્મકલ્પદ્રુમ' પુસ્તક ઉદયરાજજી કોચરના ઘરથી મળ્યું ગુજરાતીમાં હોવા છતાં મેં વાંચવાની કોશીશ કરી. આનંદ આવ્યો. * છ કારક અત્યાર સુધી બાધક બન્યા છે. હવે તેને સાધક શી રીતે બનાવવા? તે કળા આપણે શીખવાની છે. પૂ. દેવચન્દ્રજી કૃત મહિનાથ અને મુનિસુવ્રત સ્વામી ભગવાનના સ્તવનમાં એ કળા દર્શાવી છે. અવસરે તમે જોજો. જ્યાં સુધી શરીર આદિનું કર્તુત્વભાવ આપણે માનીએ છીએ - ત્યાં સુધી છયેકારક અવળા જ ચાલવાના. “હું મારા જ્ઞાનાદિ ગુણોનો કર્તા છું.” એવું અનુભૂતિજન્ય જ્ઞાન થતાં જ બાધક કારકચક્ર સાધક બનવા લાગે છે. * દરેક નવા વૈજ્ઞાનિક પૂર્વના વૈજ્ઞાનિકોએ કરેલા સંશોધનના આધારે આગળ વધે છે. એટલી મહેનત તેની બચે છે. યોગીએ જ્ઞાની અને અનુભવીઓના આધારે આગળ વધવાનું છે. એમના અનુભવની પંક્તિઓ આપણા માટે માઈલસ્ટોન બની રહે છે. * જ્ઞાનીઓના કથનનું હાર્દ સમજવા તેમના પર બહુમાન હોવું જરૂરી છે. પં. મુક્તિવિજયજી ત્યાં સુધી કહેતાઃ તમે જે ગ્રંથ ભણતા હો તેના કર્તાની એક માળા ગ્રંથ પૂરો ન થાય ત્યાં સુધી રોજ ગણવી. * નિચયથી આત્મા પરનો કર્તા છે જ નહિ, આત્મગુણોનો જ છે, છતાં જો પરકર્તુત્વનું અભિમાન પોતાના માથે લે તો દંડાય. કોર્ટમાં કોઈ જો બોલી જાય “મેં ચોરી કરી છે.” તો એને અવશ્ય દંડ મળે, ભલે તેણે ચોરી ન કરી હોય. સ્વઆત્મા ઉપાદાન કારણ છે. * સુદેવ - સુગુરુ આદિ મુખ્ય કારણ છે. મુખ્ય કારણથી ઉપાદાન કારણ પુષ્ટ થાય છે. * નાના વેપારી મોટા વેપારી પાસેથી માલલેતેમ આપણે પ્રભુની પાસેથી ગુણોનો ૫૦૦ .. .... કહે કલાપૂર્ણસૂરિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522