________________
સાધના શક્તિ તિમ તિમ પ્રકાશે..” ૨૯ો. છએ કારક સૌ પ્રથમ ભગવન્મય બને ત્યારે બધું બદલવા માંડે. આથી સ્વગુણરૂપી શસ્ત્રો પેદા થયા. એ શસ્ત્રો કર્મના ભુક્કા બોલાવી દે. પછી તો સાધક અસંખ્યાતગુણી નિર્જરા કરતો રહે. ક્ષણે-ક્ષણે નિર્જરાનો પ્રકર્ષ વધતો જાય.
ધ્યાનમાં જ્ઞાન-દર્શન-ચારિત્ર એક થઈ જાય છે. કોઈપણ કાર્ય જીવ કરે છે ત્યારે બધી જ શક્તિઓ એકી સાથે કામ કરવા લાગે છે. ચાહે એ કામ શુભ હોય કે અશુભ. આત્મ-પ્રદેશોમાં કદી અનેતા નથી હોતી. બધા સાથે મળીને જ કામ કરે. મિથ્યાત્વ વખતે જ્ઞાનાદિ શક્તિ - મિથ્યાજ્ઞાનાદિ શક્તિઓ કહેવાય છે. સમકિતની હાજરીમાં તે સમ્યજ્ઞાનાદિ શક્તિઓ કહેવાય છે.
* પૂ. દેવચન્દ્રજી અભ્યાસી ઉદાર પુરુષ હતા. પોતે ખરતરગચ્છીય હોવા છતાં તપાગચ્છીય ઉપાધ્યાય યશોવિજયજી કૃત જ્ઞાનસાર પર જ્ઞાનમંજરી ટીકા રચી છે તેમ તપાગચ્છીય જિનવિજય, ઉત્તમવિજયજીને એમણે વિશેષાવશ્યક, અનુયોગદ્વાર આદિ ભણાવ્યા પણ છે.
પરમદિવસે ભદ્રગુપ્તસૂરિજી અમદાવાદમાં કાળધર્મ પામ્યા. અમારા જૂના પરિચિત હતા. હિન્દી – ગુજરાતી સાહિત્યના મોટા સર્જક હતા. એમના ગ્રંથો આજે પણ લોકો પ્રેમથી વાંચે છે. હમણાં છેલ્લે અમે અમદાવાદમાં મળી પણ આવ્યા. એમનો આત્મા જ્યાં હોય ત્યાં સમાધિ પ્રાપ્ત કરે, પરમપદ નિકટ બનાવે.
૪૯૮ •••
..... કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org