Book Title: Kahe Kalapurn Suri
Author(s): Kalapurnsuri
Publisher: Shantijin Aradhak Mandal Manfara

View full book text
Previous | Next

Page 520
________________ મુખ્ય પદાર્થ છે ઃ આત્મા. એને એક ઓળખતાં બીજું બધું પોતાની મેળે ઓળખાઈ જશે. મુખ્ય વાત તો માર્ગ-દર્શનની છે. બાકીનો માર્ગ તો માર્ગ પોતે જ બતાવશે. આગળ જતા જઈએ તેમ તેમ આગળ-આગળનો માર્ગ સ્પષ્ટ થતો જાય. પૂર્વ અનુભવ જ પછીના અનુભવની ઝાંખી કરાવશે. નય નિક્ષેપ પ્રમાણે જાણે જીવાજીવ, સ્વ-પર વિવેચન કરતાં થાયે લાભ સદીવ; નિશ્ચય ને વ્યવહારે વિચરે જે મુનિરાજ, ભવસાગર તારણા નિર્ભય તેહ જહાજ..... ૪૬॥ ભગવાન જ નહિ, મુનિ પણ તરણ-તારણ જહાજ છે. મુનિ જીવાજીવ, નય–નિક્ષેપ, નિશ્ચય-વ્યવહાર આદિ જાણનારા અને સ્વ-પરનો વિવેક કરનારા હોય છે. ‘‘વસ્તુ તત્ત્વે રમ્યા તે નિર્પ્રન્થ, તત્ત્વ અભ્યાસ તિહાં સાધુ પંથ; તિણે ગીતાર્થ ચરણે રહીજે, શુદ્ધ સિદ્ધાંત રસ તો લહિજે.....’’ ૫૪૭૫ ‘‘આપણે પોતાની મેળે હવે બધું મેળવી લઈશું’ એવા ભ્રમમાં કોઈ ન રહે માટે અહીં અધ્યાત્મવેત્તા ગીતાર્થ ગુરુની આવશ્યક્તા બતાવે છે. તો જ શુદ્ધ સિદ્ધાંતરસ પીવા મળશે. ‘‘શ્રુત અભ્યાસી ચોમાસી વાસી લીંબડી ઠામ, શાસનરાગી સોભાગી શ્રાવકના બહુ ધામ; ખરતરગચ્છ પાઠક શ્રી દીપચન્દ્ર સુપસાય, ‘દેવચન્દ્ર’ નિજ હરખે, ગાયો આતમરાય.....'' ।।૪૮॥ લીંબડીમાં શ્રાવકોના ઘણા ઘરો છે. આજે પણ છે. ત્યાં મેં આત્માના ગુણ-ગાન ર્યા છે, એમ કર્તા કહે છે. ‘“આત્મગુણ રમણ કરવા અભ્યાસે, શુદ્ધ સત્તા રસીને ઉલ્લાસે કહે કલાપૂર્ણસૂરિ .... Jain Education International For Private & Personal Use Only ૫૦૯ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 518 519 520 521 522