Book Title: Kahe Kalapurn Suri
Author(s): Kalapurnsuri
Publisher: Shantijin Aradhak Mandal Manfara

View full book text
Previous | Next

Page 521
________________ ‘દેવચન્દ્રે’ રચી અધ્યાત્મગીતા, આત્મરમણી મુનિ સુપ્રતીતા.....'' ।।૪૯॥ બીજા અધ્યાત્મથી અજાણ જીવો પર પણ ઉપકાર થાય માટે આ અધ્યાત્મગીતા બનાવી છે. આમાં મારે શું રચવાનું હોય ? આત્મરમણી મુનિને તો આ સુપ્રતીત જ છે. એમ અંતે કવિશ્રી પોતાનો કર્તૃત્વભાવ હટાવી દે છે. * આજે અમારા ગુરુદેવ પૂ. કંચનવિજયજી મ.ની ૨૮મી સ્વર્ગતિથિ છે. અનશનપૂર્વક ૧૧મા ચોવિહાર ઉપવાસે કાળધર્મ પામેલા. ખૂબ જ નિઃસ્પૃહ હતા. ઉપધિ જુઓ તો સંથારિયું અને ઉત્તરપટ્ટા સિવાય કશું જ ન મળે. ગૃહસ્થપણામાં પાલીતાણામાં ૫-૭ વર્ષ રહ્યા. ખાસ કરીને ગુરુ નક્કી કરવા જ હેલા. ઘણા-ઘણા આચાર્યોના પરિચયમાં આવ્યા. એમાં તેમણે પૂ. કનકસૂરિજીને ગુરુ તરીકે સ્વીકાર્યા. અમે અહીં આવ્યા તેમાં તેઓ પણ કારણ છે. ૫૧૦ ... Jain Education International એમના ઉપકારને કઈ રીતે ભૂલાય ? એમના ચરણે અનંત વંદન.....! For Private & Personal Use Only કહે કલાપૂર્ણસૂરિ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 519 520 521 522