Book Title: Kahe Kalapurn Suri
Author(s): Kalapurnsuri
Publisher: Shantijin Aradhak Mandal Manfara
View full book text
________________
સંભાવના ઊભી થાય ત્યારે આ વાસ્તવિક્તા યાદ કરજો.
સાદિ અનંત અવિનાશી અપ્રયાસી પરિણામ, ઉપાદાન-ગુણ તેહિજ કારણ - કાર્ય-ધામ; શુદ્ધ નિક્ષેપ ચતુષ્ટય જુનો રસ્તો પૂર્ણાનંદ, કેવલનાણી જાણે જેહના ગુણનો છંદ..... II૪રો એવી શુદ્ધ સિદ્ધતા કરણ ઈસ, ઈન્દ્રિય સુખથકી જે નિરીયા; પગલી ભાવના જે અસંગી,
તે મુનિ શુદ્ધ પરમાર્થ રંગી.. ૪૩ આવી શુદ્ધ સિદ્ધતા મારી ક્યારે પ્રગટે? એવી રુચિ જાગે, તો આપણી સાધના સાચી. એરુચિમાટે ઈન્દ્રિયોના સુખપરનિઃસ્પૃહતા જાગે, પદ્ગલિક ભાવોથી વેગળાપણું રહે તે જ મુનિ સાચા અર્થમાં મુનિ છે.
સ્યાદ્વાદ આતમસત્તા રુચિ સમકિત તેહ, આત્મધર્મનો ભાસન, નિર્મલ જ્ઞાની જેહ, આતમ રમણી ચરણી ધ્યાની આતમલીન,
આતમ ધર્મરમ્યો તેણે ભવ્ય સદા સુખ પીન... I૪૪. આત્મસત્તાની રુચિ એટલે સમ્યક્ત્વ. આત્મસત્તાનો બોધ એટલે સમ્યજ્ઞાન.' આત્મસત્તાની રમણતા એટલે સમ્યક્યારિત્ર. આ રત્નત્રયીને પામે તે આત્મા પુષ્ટ બને
અહો ભવ્યો! તમે ઓળખો જૈન ધર્મ, જિણે પામીએ શુદ્ધ અધ્યાત્મ મર્મ અલ્પકાળે ટળે દુષ્ટકર્મ, પામીએ સોય આનંદ શર્મ. ૪પા
ભવ્યો...! મારી સલાહ માનતા હો તો જૈનધર્મને ઓળખો. તમને શુદ્ધ અધ્યાત્મ ધર્મનો મર્મ મળશે. પ્રયત્ન કરશો તો અલ્પકાળમાં દુષ્ટકર્મો ખપી જશે. અલ્પકાળમાં કલ્યાણ થઈ જશે. એમ પૂ.દેવચન્દ્રજી કહે છે.
» કહે કલાપૂર્ણસૂરિ
૫૮ ...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 517 518 519 520 521 522