Book Title: Kahe Kalapurn Suri
Author(s): Kalapurnsuri
Publisher: Shantijin Aradhak Mandal Manfara

View full book text
Previous | Next

Page 517
________________ જિજ્ઞાસાની ખામી હોય તો સમ્યગૂ જ્ઞાન ન મળે. સ્થિરતાની ખામી હોય તો સમ્યક ચારિત્ર ન મળે. અનાસક્તિની ખામી હોય તો સમ્યક તપ ન મળે. ઉલ્લાસની ખામી હોય તો વીર્યન મળે. વીર્યાચાર ન હોય તો એકેય આચાર પાળી શકાય નહિ. વીર્ય બધે જ અનુસ્થત છે. માટે જ બીજા ચાર આચારના ભેદો જ વીર્યના ભેદો મનાયા છે. “જિહાં એક સિદ્ધાત્મા તિહાં છે અનંતા, અવજ્ઞા અગંધા નહિ ફાસમતા; આત્મગુણ પૂર્ણતાવંત સંતા, નિરાબાધ અત્યંત સુખાસ્વાદવંતા...” I૩૯ો. આપણે એક ઓરડીમાં મર્યાદિત સંખ્યામાં જ રહી શકીએ, પણ સિદ્ધો જ્યાં એક છે ત્યાં અનંતા રહેલા છે. કારણકે તેઓ અરૂપી છે. વર્ણ – ગંધ – રસ – સ્પર્શ વગેરેથી રહિત છે. નામકર્મે આપણને એવા ઢાંકી દીધા છે કે વર્ણાદિથી પર અવસ્થાની કલ્પના જ નથી આવતી. માણસની આસક્તિ શરીરથી પણ આગળ વધીને વસ્ત્ર, ઘરેણા અને મકાન સુધી પહોંચી ગઈ છે. એની સુંદરતામાં પોતાની સુંદરતા માને છે. અનામી અરૂપી આત્માને શરીર સાથે પણ લાગે વળગે નહિ તો વસ્ત્ર કે મકાનની તો વાત જ શી કરવી? બધી ઈન્દ્રિયો સ્વ-ઈષ્ટ પદાર્થો મળતાં રાજી થાય છે. એ બધો સ્વાદ આપણે ચાખ્યો છે, પણ આત્માના સુખનો સ્વાદ કદી જ ચાખ્યો નથી. આથી જ સિદ્ધોના સુખની આપણે કલ્પના પણ કરી શકતા નથી. આપણે તો આસક્તિને સુખ માની લીધું છે, જે ખરેખર દુઃખ જ છે. વધારે આસક્તિ કરીએ તેમ વધુને વધુ ચીકણા કર્મ બંધાય છે, તે સાવ જ ભૂલી ગયા છીએ. માટે જ સાધક આસ્વાદ લીધા વિના ભોજન કરે. સાપ જેમ બિલમાં જાય તેમ મુખમાં કોળીયો જાય. ચામાં મીઠું છે કે સાકર? તેવી તેને ખબર ન પડે, એટલી અંતર્મુખતા હોય. ઈન્દ્રિયોના બધા જ સુખો (ત્રણે કાળના સુખો) એકઠા કરીને અનંત વર્ગ કરવામાં આવે તો પણ સિદ્ધના અનંતવર્ગહીન એક આત્મપ્રદેશના સુખની તુલનામાં ન આવે. ૫૦૬ ... .કહે કલાપૂર્ણસૂરિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 515 516 517 518 519 520 521 522