________________
બુધવાર, 8ા. વદ - ૧+૨, ૨૪-૧૧-૯૯. * * વિધિ અને આદરપૂર્વક સતત કરવામાં આવે તો સાધના અવશ્ય લવતી બને. વચ્ચે ગેપ પડે તે ન ચાલે. વેપારીઓને પૂછોઃ મહિનામાં ૧૫ દિવસ દુકાન બંધ રાખે તો શું થાય? તુટેલા ગ્રાહકો સાંધતાં કેટલી વાર લાગે? નર્મદાનો પુલ અખંડ ન હોય, વચ્ચે એક જ ફટનું ગાબડું હોય તો ચાલનારની શી દશા થાય? આપણી સાધનાનો પુલ પણ અખંડ જોઈએ.
આત્મસાધના સિવાય બધે જ આપણે સાતત્ય જાવવીએ છીએ. નિયમિત નહિ થવાથી, આદરપૂર્વક નહિ થવાથી, વિધિપૂર્વક સાધના નહિ થવાથી જ આપણો હજુ સુધી મોક્ષ થયો નથી.
* મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ આદિ જેમ જેમ મંદ થતા જાય તેમ તેમ સાધનામાં વેગ વધતો જાય, સાધનાનો આનંદ વધતો જાય. - મિથ્યાત્વ જતાં ૪થું ગુણઠાણું આવે, સમ્યકત્વનો આનંદ મળે.
અવિરતિ જતાં છઠું ગુણઠાણું મળે, સર્વવિરતિનો આનંદ મળે. પ્રમાદ જતાં ૭મું અપ્રમત્ત ગુણસ્થાનક મળે. વીર્યોલાસનો આનંદ મળે. કષાય જતાં વીતરાગતા (બારમું ગુણસ્થાનક) મળે. વીતરાગતા મળતાં સર્વજ્ઞતા (તેરમું ગુણઠાણું) મળે. યોગ જતાં અયોગી ગુણઠાણું મળે. આખરે મોક્ષ મળે. *શ્રદ્ધાની ખામી હોય તો સમ્યગ્દર્શનન મળે.
કહે કલાપૂર્ણસૂરિ ......
• ૫૦૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org