________________
સંસારનું કૃત્રિમ સુખ છે. આ સહજ છે, એ જ મોટો ફરક છે.
આવું સુખ સાંભળવાથી ફાયદો શો ? આથી આપણી અંદર જ આવું સુખ પડેલું છે એવું જણાય ને તેથી તે મેળવવાની તીવ્ર રુચિ પેદા થાય, આ જ મોટો ફાયદો. કર્તા કારણ કાર્ય નિજ પરિણામિકભાવ,
શાતા શાયક ભોગ્ય ભોક્તા શુદ્ધ સ્વભાવ; ગ્રાહક રક્ષક વ્યાપક તન્મયતાએ લીન, પૂરણ આત્મ ધર્મ પ્રકાશ રસે લયલીન... ૪૦ના
સિદ્ધો શુદ્ધ સ્વભાવના ભોક્તા હોય છે. પ્રકાશ રસમાં લયલીન હોય છે. સિદ્ધોએ ત્યાં કરવાનું શું ?
વૈશેષિક દર્શન મુક્તને જડ માને છે.
આની ઠેકડી ઉડાડતાં કોઈએ કહ્યું છે :
‘‘વૃંદાવનમાં શિયાળ થવું સારું, પણ વૈશેષિકની મુક્તિ સારી નહિ.'’
જૈનદર્શનની મુક્તિ આવી જડ નથી. ત્યાં અભાવ નથી, પણ આત્મશક્તિઓનો સંપૂર્ણ ઊઘાડ છે. ત્યાં જડતા નથી, પણ પૂર્ણ ચૈતન્યની પરાકાષ્ઠા છે. દ્રવ્યથી એક ચેતન અલેશી,
ક્ષેત્રથી જે અસંખ્ય પ્રદેશી; ઉત્પાત-નાશ-ધ્રુવ કાલ ધર્મ,
શુદ્ધ
દ્રવ્યથી એક ચેતન લેશ્યારહિત છે. ક્ષેત્રથી આત્મા અસંખ્ય પ્રદેશવાળો છે.
કાળથી ઉત્પાદ – વ્યય – ધ્રૌવ્ય યુક્ત છે. ભાવથી શુદ્ધ ઉપયોગમાં રમણ કરનાર છે.
પ્રશ્ન ઃ આત્મામાં ઉત્પાદ – વ્યય – ધ્રૌવ્ય શી રીતે ઘટે ?
ઉત્તર ઃ આત્મામાં અભિનવ પર્યાયની ઉત્પત્તિ થાય છે. પૂર્વ પર્યાયનો નાશ થાય છે. અને જ્ઞાનાદિથી આત્મા ધ્રુવ (શાશ્વત) છે.
નિશ્ચયથી આપણું વ્હેઠાણ આપણો આત્મા જ છે. સ્થાન માટે ઝગડા થવાની
ઉપયોગ ગુણ ભાવ 212... 118911
કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
૫૦૭
www.jainelibrary.org