________________
મંગળવાર, કા. સુદ - ૧૭, ૨૩-૧૧-૯૯.
‘પ્રગટ્યા આતમ-ધર્મ થયા સર્વિ સાધન-રીત, બાધક – ભાવ ગ્રહણતા ભાગી જાગી નીત; ઉદય ઉદીરણા તે પણ પૂવ નિર્જરાકાજ, અનભિસંધિ બંધકતા નીરસ આતમરાજ...'' ||૩૦||
× આ મૂર્તિ કાંઈ રમકડું નથી. એ સાક્ષાત્ પ્રભુનું રૂપ છે. ભક્ત એમાં પ્રભુને જ જુએ છે.
આગળ વધીને ભક્ત પ્રભુ-નામમાં પણ પ્રભુને જુએ છે. પ્રિય વ્યક્તિના પત્રમાં જેમ, વાંચનાર વ્યક્તિનું જ દર્શન કરે છે. તેમ પ્રભુ-નામમાં ભક્ત પ્રભુનું જ દર્શન કરે છે.
જગતના સર્વ - વ્યવહારોમાં આપણે નામ અને નામીના અભેદથી જ ચલાવીએ છીએ, પણ અહીં જ, (સાધનામાં જ) વાંધો આવે છે. રોટલી બોલતાં જ રોટલી યાદ આવે છે. ઘોડો બોલતાં જ ઘોડો યાદ આવે છે. પણ પ્રભુ બોલતાં પ્રભુ યાદ નથી
આવતા.
* વ્યક્તિ દૂર છે કે નજીક એ મહત્ત્વની વાત નથી, એના પર કેટલું બહુમાન છે, તે જ મહત્ત્વની વાત છે.
ભગવાનની નજીક રહેનારા કાળીયા કસાઈ વગેરે કાંઈ મેળવી શક્યા નથી, દૂર એલા કુમારપાળ આદિએ મેળવવા લાયક મેળવી લીધું છે. કારણકે નજીક રહેલા કસાઈમાં
કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
... ૪૯૯
www.jainelibrary.org