________________
માલ લેવાનો છે. વેપારી તો હજુ ના પણ પાડી દે. ઉધારન પણ આપે. ભગવાન કદી ના નહિ પાડે. લેનાર થાકે, પણ આપનાર ભગવાન કદી થાકે નહિ. એવા દાનવીર છે
ભગવાન.
આપણે સ્વયં આપણા આત્માને ગુણોનું (કે દુર્ગુણોનું) દાન કરીએ તે સંપ્રદાન (ચોથો કારક) છે.
એટલે નવા ગુણોનો લાભ તે સંપ્રદાન. અશુદ્ધિની નિવૃત્તિ તે અપાદાન.
આ બન્ને સાથે જ થાય.
લાભ થયો તે સંપ્રદાન, હાનિ થઈ તે અપાદાન... ‘દેશપતિ જબ થયો નીતિ રંગી,
તદા કુણ થાય કુનય ચાલ સંગી;
યદા આતમા આત્મભાવે રમાવ્યો, તદા બાધકભાવ દૂરે ગમાવ્યો...’’ ।।૩૧।
"
“યથા રાના તથા પ્રનાઃ ।'
રાજા ન્યાયી થાય ત્યારે પ્રજા પણ ન્યાયી થવાની. આત્મા જ્યારે સ્વભાવરંગી બને ત્યારે
કારકચક્ર પણ સ્વભાવરંગી બને. બાધકભાવ પોતાની મેળે જતો રહે.
સહજ ક્ષમા-ગુણ-શક્તિથી છેદ્યો ક્રોધ સુભટ્ટ, માર્દવ – ભાવ પ્રભાવથી, ભેદ્યો માન મરજી;
માયા આર્જવયોગે લોભથી નિઃસ્પૃહભાવ, મોહ મહાભટ ધ્વંસે ધ્વંસ્યો સર્વવિભાવ... ।।૩૨।
:
આપણે એમ માનીએ છીએ ઃ ક્રોધ પોતાની મેળે જશે. પ્રયત્ન શું કરવો ? પ્રયત્ન વિના ઘરનો કચરોય નથી જતો તો ક્રોધ શાનો જાય ? એ માટે ક્ષમા માટે પ્રયત્ન કરવો
પડે.
અપરાધીનો અપરાધ ભૂલી જવો તે ક્ષમા, અપરાધીનો અપરાધ ન ભૂલવો તે ક્રોધ. આપણે શાના પર વધુ ભાર આપીએ છીએ ? ક્ષમા આવે ત્યાં ક્રોધ ભોગી જ જાય.
કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
... ૫૦૧ www.jainelibrary.org