________________
ક્ષમાબેન પ્રશમભાઈની સાથે જ આવે. આ બન્નેની હાજરીમાં ક્રોધ જાય જ. *ગુણીના ગુણો જીવનમાં લાવવા તે ગુણીનું ઉત્કૃષ્ટ બહુમાન છે. માત્ર કાયિક સેવાનહિ, આત્મિક ગુણો ઊતારવા તે ઉત્કૃષ્ટ ભક્તિ છે. જોકે બાહ્ય સેવા પણ ઉપયોગી છે જ.
* ક્ષમા, માર્દવ, આર્જવ અને મુક્તિ (નિર્લોભતા) આ ચારેય ઉત્તમ કોટિના બને ત્યારે જ શુકલધ્યાનમાં પ્રવેશ થઈ શકે.
* માન એમને એમ નથી જતો. મૃદુતાને લાવતાં તે જાય છે.
નમતું ન જોખવું તે માન છે, મોટાઈ છે. સામી વ્યક્તિને માન આપવું તે નમ્રતા છે, મૃદુતા છે.
આપણે બન્નેમાંથી કોને વધુ ભાર આપીએ છીએ ?
સરળતાથી માયા અને નિઃસ્પૃહતાથી લોભને જીતવાના છે. ચારેય જીતાઈ જતાં મોહ નિર્બળ બની જાય છે, જીતાઈ જાય છે.
મોહ જતાં બધો વિભાવ ગયો જ સમજો.
શંખેશ્વરમાં રાજનેતાઓની હાજરીમાં એક મહાત્માએ ભાષણ કર્યું. ભાષણ કડક હોવાથી બે-ચાર નેતાઓએ ચાલતી જ પકડી. તેમ મોહ પણ ચાલતી પકડે છે. ઈમ સ્વાભાવિક થયો આત્મવીર, ભોગવે આત્મ સંપદ સુધીર;
જેહ ઉદયાગત પ્રકૃતિ વળગી, અવ્યાપક થયો ખેરવે તે અલગી. ।।૩૩।।
પછી યોગી બળવાન બને છે. આત્મસંપત્તિનો ભોક્તા બને છે. બીજી વળગેલી પ્રકૃતિઓને પણ તે ખેરવી નાખે છે.
ચેતનાનો સ્વભાવ વ્યાપક બનવાનો છે. ગુલાબજાંબુ ખાતી વખતે તેના સ્વાદમાં પણ વ્યાપક બને ને શાંતરસમયી મૂર્તિમાં પણ વ્યાપક બને. ચેતના ક્યાં પરોવવી તે આપણે વિચારવાનું છે.
‘ધર્મધ્યાન ઈકતાનમેં ધ્યાવે અરિા સિદ્ધ, તે પરિણતિથી પ્રગટી તાત્ત્વિક સહજ સમૃદ્ધ; સ્વ સ્વરૂપ એકત્વે તન્મય ગુણ પર્યાય, ધ્યાને ધ્યાતાં નિર્મોહીને વિકલ્પ જાય...'' ||૩૪||
દાદરા ચડ્યા પછી જ ઉપરના માળે જઈ શકાય તેમ ધર્મધ્યાન પછી જ શુક્લધ્યાન
૫૦૨ ...
Jain Education International
For Private & Personal Use Only
કહે કલાપૂર્ણસૂરિ
www.jainelibrary.org