________________
કમાઈને ખર્ચવું જ હોય એના કરતાં ન કમાવું જ સારું – એમ વિચારીને કોઈ ગૃહસ્થ કમાવાનું છોડી નથી દેતો તો આપણાથી કોઈ બહાનાને આગળ ધરી ભણવાનું છોડી કેમ દેવાય?
ભણવું, પણ કેવું ભણવું? જે અધ્યાત્મમાં પ્રવૃત્તિ કરાવે તેવું ભણવું. નિજસ્વરૂપ જે ક્રિયા સાધે, તેહ અધ્યાત્મ કહીએ રે...”
આપણી વિશિષ્ટ ક્રિયા દ્વારા આપણું જ્ઞાન અભિવ્યક્ત થાય છે. ક્રિયા એટલે આપણું દૈનિક વર્તન! આપણા વર્તન દ્વારા જ્ઞાન પરીક્ષિત થાય છે.
ભાવ-ચારિત્ર આવ્યું એટલે જ્ઞાન અને દર્શન આવી જ ગયા સમજો. એ વિના ભાવચારિત્ર આવે જ નહિ.
* કોઈની જાનમાં ગયા હો ત્યારે તમે વરને ભૂલી જાવ? વર વગરની તો જાનન જ હોઇ શકે ને?
આપણી અત્યારે આવી જ હાલત છે. વરને, આત્માને જ ભૂલી ગયા છીએ. માટે જ સંથારા પોરસીમાં ‘હિં આ બે ગાથા દ્વારા આત્માને યાદ કરવાનો છે.
એહ પ્રબોધના કારણ તારણ સદ્ગુરુ સંગ, શ્રુત ઉપયોગી ચરણાનંદી કરી ગુરંગ; આતમ તત્ત્વાવલંબી રમતા આતમરામ, શુદ્ધ સ્વરૂપને ભોગે, યોગે જસ વિશ્રામ....” ૧૮
* જવાનું હતું પૂર્વમાં આપણે જઇ ચડ્યા પશ્ચિમમા. ગુરુ આપણને અવળી દોટથી અટકાવે છે.
* અત્યારે આપણે મધ્યમાં છીએ. પંથ વચ્ચે પ્રભુજી મળ્યા...'
મધ્યમાં ત્રણ રીતેઃ૧) સાતમા ગુણઠાણાની અપેક્ષાએ (હજુ સાત ગુણઠાણા બાકી છે) ૨) મધ્ય લોકની અપેક્ષાએ. ૩) માનવ ભવની અપેક્ષાએ.
નિગોદથી નિર્વાણની યાત્રામાં માનવ-ભવ વચ્ચે છે. * જો દીક્ષા ન લીધી હોત, ગૃહસ્થપણામાં રહ્યા હોત તો કોઇકનું માનવું પડત કે
૪૬૪ ••• Jain Education International
..... કહે કલાપૂર્ણસૂરિ
www.jainelibrary.org
For Private & Personal Use Only