________________
મંગળવાર, 8ા. સુદ – ૮, ૧૬-૧૧-૯૯. * થર્મોમીટરથી જણાતી ગરમી અંદરના તાવને જણાવે તેમ બહાર વ્યક્ત થતા રાગ-દ્વેષાદિ ભાવો અંદરના કર્મ-રોગને જણાવે છે. અધ્યાત્મ-યોગ વિના આ કર્મરોગ જાય તેમ નથી.
હોટલમાં જઈને ઓર્ડર વધુને વધુ આપતા જાવ તેમ વધુ ને વધુ બીલ ચડતું જાય, પુદ્ગલનો ભોગવટો વધુ ને વધુ કરતા જઈએ તોય તેમ તેનું બીલ વધતું જાય.
* ગ્રંથિભેદ થાય ત્યારે માત્ર પ્રભુ જ નહિ, જગતના સર્વ જીવો પણ પૂર્ણ દેખાય, સિદ્ધના સાધર્મિકો લાગે. જ્ઞાન સારના પહેલા અષ્ટકમાં આ જ વાત સમજાવી છે. આવો સાધક અનંતકાય કેમ ખાઈ શકે ? એકેક જીવમાં તેને પૂર્ણતા દેખાય.
એક જીવનું તમે અપમાન કરો છો. એટલે આખરે તમે તમારું જ અપમાન કરો છો, એવાત સમજવી રહી. ત્રિપૃષ્ઠશધ્યાપાલકનું અપમાનર્જી કાનમાં સીસાનોરસરેડાવ્યો, પરિણામ શું આવ્યું? મહાવીરના ભવમાં કાનમાં ખીલાની વેદના અનુભવવી પડી.
“જ્ઞાનની તીક્ષ્ણતા ચરણ તેહ, જ્ઞાન એકત્વતા ધ્યાન ગે; આત્મ તાદાભ્યતા પૂર્ણભાવે, તદા નિર્મળાનંદ સંપૂર્ણ પાવે..” ર૩
હિંસામાં જીવનું દુઃખ જાણે છે છતાં બચાવી શકતો નથી, તેનું દુઃખ સમ્યકત્વીને હોય છે, માટે જ તે દુઃખી હોય છે.
તલવાર તાણ હોય તો કામ લાગે.
કહે કલાપૂર્ણસૂરિ .
••• ૪૭૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org