________________
ચક્રવર્તી પાસે શત્રુચૂરક ચક્ર હોય તેમ ચેતન પાસે પણ કારક-ચક્ર છે. કારક ચક્રથી (ષટ્કારક ચક્ર) મોહની સેના ધૂળચાટતી થઈ જાય. ત્યારે કર્તા-કારણ અને કાર્ય ત્રણેય એક થઈ જાય.
ષટ્કારક ચક્ર વિના કોઈ ભૌતિક કાર્ય પણ થઈ શકે નહિ તો આધ્યાત્મિક કાર્યની તો વાત જ શી કરવી ?
અત્યારે પણ આપણે ષકારક ચક્રથી જ વ્યવહાર ચલાવી રહ્યા છીએ.
ષકારક - શક્તિ ઊઘાડી છે. એને કોઈ કર્મનું આવરણ નથી. જો એને પણ કોઈ કર્મનું આવરણ હોત ત કર્મ-બંધન જ થઈ શકત નહિ. આ કારક-ચક્ર માત્ર જીવ પાસે જ છે.
આ છમાં કારક મુખ્ય છે. બાકીના પાંચ એને આધીન છે.
પૂ. દેવચન્દ્રજી મ.નો આ મુખ્ય વિષય છે. એમણે પોતાના સ્તવનમાં આ વિષય ખૂબ જ સરસ રીતે ગુંથ્યો છે. માટે જ એમના સ્તવન કંઠસ્થ કરવાનો હું આગ્રહ રાખું છું. અત્યારે આપણા છએ કારક કર્મ-બંધનનું જ કામ કરી રહ્યા છે. કોઈ માણસ, ઘરના ભૂખ્યા મરે ને બીજામાટે કમાણી કરે તો તેને કેવો કહીશું ? આપણો ચેતન આવું જ કરે છે. આપણી જ શક્તિઓ દ્વારા આપણે કર્મનું કામ કરી આપીએ છીએ.
‘ઘરના ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો...’
અત્યારે આપણે કષાય-નોકષાય આદિની આજ્ઞાથી જીવી રહ્યા છીએ, એ રીતે પ્રવૃત્તિ કરી રહ્યા છીએ. છતાં માનીએ છીએ એમ કે અમે સ્વતંત્ર છીએ, અમે ધારીએ તે કરીએ છીએ. આપણી સ્વતંત્રતા પર મોહરાજા ખડખડાટ હસે છે. કઠપૂતળી કહે હું સ્વંતત્રપણે નાચું છું – એના જેવું આપણું અભિમાન છે.
* માટીમાંથી ઘડો બને એ સાચું. જાવ, સીધા જ જમીનમાંથી ખોદીને ઘડા લઈ આવો. મળશે ? નહિ, એ માટે કુંભારની મદદ જોઈશે. આપણે પણ નિગોદમાં માટી જેવા હતા. ત્યાંથી આપણને કાઢનાર ભગવાન છે. એમના દ્વારા જ આપણે ભગવત સ્વરૂપ પ્રાપ્ત કરીશું.
પટકારકઃ
૧. કરનાર કારક – કર્તા,
૨. કરવાનું કાર્ય તે કર્મ – ઘડો. કરવાનું કાર્ય.
૪૯૪ ...
Jain Education International
For Private & Personal Use Only
કહે કલાપૂર્ણસૂરિ
www.jainelibrary.org