Book Title: Kahe Kalapurn Suri
Author(s): Kalapurnsuri
Publisher: Shantijin Aradhak Mandal Manfara

View full book text
Previous | Next

Page 503
________________ . આપણે જ પ્રયત્ન કરવો પડે. * વૈરાગ્યાદિ ગુણોથી તથાભવ્યતાનો પરિપાક જણાય. મુમુક્ષુમાં વૈરાગ્ય સૌ પ્રથમ જોઈએ. બહુમોહમાં ફસાવા જેવું નથી. આજનો મુમુક્ષુ તમારો શિષ્ય તો નહિ બને, ગુરુન બની બેસે તે જોશો. માત્ર બુદ્ધિ નહિ, એની પરિણતિ જોજો. * રત્નોનો હાર બનાવવો હોય તો છિદ્ર દ્વારા દોરો પરોવવો જોઈએ. અહીં પણ કર્મમાં કાણું (ગ્રંથિભેદ) પડવું જોઈએ તો જ ગુણ-રત્નની માળા બની શકે. * ગ્રંથિભેદનો પદાર્થ કથા દ્વારા સમજવો હોય તો સિદ્ધર્ષિ કૃત ઉપમિતિ ગ્રંથનો પ્રથમ પ્રસ્તાવ વાંચજો. અદ્ભુત વર્ણન છે ! ૨૧વાર બૌદ્ધ સાધુ બનવા તૈયાર થયેલા સિદ્ધર્ષિ વારંવાર ગુરુના આગ્રહથી રોકાઇ જતા. છેલ્લી વખતે લલિતવિસ્તરા ગ્રંથ વાંચવાથી એમનો આત્મા જાગૃત થઈ ઊઠ્યો. વીતરાગ પ્રભુની અનંત કરુણા દેખાઈ. બુદ્ધની કરુણા ફીકી લાગી. પં. વજલાલજી ઉપાધ્યાયઃ વિષે વિનિર્દૂય વાસનામયં, વ્યવરઃ કૃપયા અમારા अचिंत्यवीर्येण सुवासना सुधां, नमोऽस्तु तस्मै हरिभद्रसूरये ।।" - સિદ્ધર્ષિ. કુશાસ્ત્રોના ઝેરને દૂર કરીને જેમણે મારા અંતઃકરણમાં અચિંત્ય શક્તિથી સુસંસ્કારનું અમૃત ભર્યું, તે હરિભદ્રસૂરિને નમસ્કાર થાવ..” - ન્યાયાવતાર-ટીકાઃ મંગલાચરણ. આ અમારા જામનગરના પંડિતજી છે. જોવા આવ્યા છે. અમારા વિદ્યાર્થી કેમ છે? * ભગવાન જ ચારિત્રાદિ આપનારા છે ને મોક્ષદાતા છે, એ વાત સિદ્ધર્ષિને હરિભદ્રસૂરિરચિતલલિતવિસ્તરા દ્વારા સમજાઈ. આથી જ એમણે હરિભદ્રસૂરિને પોતાના ગુરુ માન્યા. ઉપમિતિના પ્રથમ પ્રસ્તાવમાં તેમણે આ રીતે યાદ ક્ય છેઃ "नमोऽस्तु हरिभद्राय, तस्मै प्रवरसूरये । મર્થ નિર્મિતા બેન, વૃત્તિનૈતિતવિસ્તરી II” તે હરિભદ્રસૂરિને નમસ્કાર હો, જેમણે જાણે મારા માટે લલિતવિસ્તરા ટીકા બનાવી.” ૪૯૨ ... ... કહે કલાપૂર્ણસૂરિ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522