Book Title: Kahe Kalapurn Suri
Author(s): Kalapurnsuri
Publisher: Shantijin Aradhak Mandal Manfara

View full book text
Previous | Next

Page 502
________________ ભગવાનના ઉપદેશનું ફળ છે ઃ આત્માનુભવ. એ ફળ મેળવીને જ મહાપુરુષોએ અન્યો માટે માર્ગદર્શક ગ્રંથો રચ્યા છે, અહંના પોષણ માટે નહિ. Íનવાર, કા. સુદ - ૧૪, ૨૦-૧૧-૯૯. – * શુદ્ધ આજ્ઞાયોગ અધ્યાત્મનું અવંધ્ય કારણ છે. * શુદ્ધ આજ્ઞાયોગ આવે એટલે અધ્યાત્મ આવ્યા વિના રહે જ નહિ. ચરમાવર્ત્ત કાળમાં જ તે પ્રાપ્ત થઈ શકે. ચરમાવર્ત્ત પણ ઘણો લાંબો છે. અનંતા ભવો થઈ જાય, અનંત ઉત્સર્પિણી - અવસર્પિણીઓ નીકળી જાય. માટે તેમાં પણ જ્યારે ગ્રંથિનો ભેદ થાય ત્યારે જ અધ્યાત્મ આવે. અધ્યાત્મ ન આવે ત્યાં સુધી કર્મોનો ભરોસો ન કરાય. લોકો ભલે બોલતા થઈ જાય : ‘ઓહ ! મહારાજ ઘણા સદ્ગુણી' પણ એનાથી ભ્રમમાં નહિ પડતા. ભગવાનની નજરે આપણે સદ્ગુણી બનીએ ત્યારે સાચા અર્થમાં સદ્ગુણી બન્યા સમજવું. કર્મના થોડા ઉપશમથી ગુણો દેખાતા થઇ જાય, પણ એનો ભરોસો નહિ ઃ ક્યારે જતા રહે. ભગવાનની આજ્ઞા એટલે ગુરુની આજ્ઞા. ભગવાનની આજ્ઞા તમે પાળી રહ્યા છો, તેની, ગુરુ ખાતરી આપી શકે. ગુરુ આગમાનુસારી જ હોય. આ બધું તથાભવ્યતાના પરિપાકથી જ થાય. એ માટે ચતુઃશરણગમનાદિ માટે કહે કલાપૂર્ણસૂરિ ..... Jain Education International For Private & Personal Use Only ... ૪૯૧ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522