Book Title: Kahe Kalapurn Suri
Author(s): Kalapurnsuri
Publisher: Shantijin Aradhak Mandal Manfara

View full book text
Previous | Next

Page 501
________________ નિંદક, માન કે સન્માન બધા પર સમાનભાવ હોય. ‘તેહ સમતારસી તત્ત્વ સાધે, નિશ્ચલાનંદ અનુભવ આરાધે, તીવ્ર ઘનઘાતી નિજ કર્મ તોડ, સંધિ પડિલેહિને તે વિછોડ...’’ ।।૨૭।। શ્રેણિ એટલે ઉત્તરોત્તર વિશુદ્ધ પરિણામ ! દરિયામાંની ભરતી જોઈ લો. તે વખતે નવા કર્મો તો ન બંધાય, પણ ધ્યાનના કુહાડાથી તીવ્ર ઘનઘાતી કર્મોના લાકડા તડ... તડ... તુટવા માંડે. ગાંઠવાળા લાકડાને તોડવામાં ખૂબ મુશ્કેલી પડતી હોય છે. લાકડાની જેમ કર્મોમાં પણ ગાંઠ હોય છે. આવા ગાંઠવાળા કર્મો તોડવા મુશ્કેલ હોય છે. (સંધિ એટલે ગાંઠ.) પરપદાર્થો પર રાગની ગાંઠ, જીવો પર વેરની ગાંઠ. આવી અનેક ગાંઠોના કારણે કર્મો પણ ગાંઠવાળા લાકડા જેવા મજબૂત બનતા હોય છે. × આ કાળમાં સીધું આત્માનું આલંબન ન લઈ શકાય, પ્રભુનું આલંબન જ પ્રથમ જરૂરી છે. ઉપર જવા માટે સીડી જોઈએ તેમ આત્મા પાસે જવા પ્રભુ જોઈએ. સીડી વિના ઠેકડા મારનારના હાડકા ભાંગે. પ્રભુ વિના સાધના કરનાર માર્ગભ્રષ્ટ બને તેવી વધુ સંભાવના છે. ૪૯૦ ... Jain Education International For Private & Personal Use Only કહે કલાપૂર્ણસૂરિ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522