________________
નિંદક, માન કે સન્માન બધા પર સમાનભાવ હોય.
‘તેહ સમતારસી તત્ત્વ સાધે, નિશ્ચલાનંદ અનુભવ આરાધે, તીવ્ર ઘનઘાતી નિજ કર્મ તોડ, સંધિ પડિલેહિને તે વિછોડ...’’ ।।૨૭।। શ્રેણિ એટલે ઉત્તરોત્તર વિશુદ્ધ પરિણામ ! દરિયામાંની ભરતી જોઈ લો. તે વખતે નવા કર્મો તો ન બંધાય, પણ ધ્યાનના કુહાડાથી તીવ્ર ઘનઘાતી કર્મોના લાકડા તડ... તડ... તુટવા માંડે.
ગાંઠવાળા લાકડાને તોડવામાં ખૂબ મુશ્કેલી પડતી હોય છે. લાકડાની જેમ કર્મોમાં પણ ગાંઠ હોય છે. આવા ગાંઠવાળા કર્મો તોડવા મુશ્કેલ હોય છે. (સંધિ એટલે ગાંઠ.) પરપદાર્થો પર રાગની ગાંઠ,
જીવો પર વેરની ગાંઠ.
આવી અનેક ગાંઠોના કારણે કર્મો પણ ગાંઠવાળા લાકડા જેવા મજબૂત બનતા હોય
છે.
× આ કાળમાં સીધું આત્માનું આલંબન ન લઈ શકાય, પ્રભુનું આલંબન જ પ્રથમ જરૂરી છે. ઉપર જવા માટે સીડી જોઈએ તેમ આત્મા પાસે જવા પ્રભુ જોઈએ. સીડી વિના ઠેકડા મારનારના હાડકા ભાંગે. પ્રભુ વિના સાધના કરનાર માર્ગભ્રષ્ટ બને તેવી વધુ સંભાવના છે.
૪૯૦ ... Jain Education International
For Private & Personal Use Only
કહે કલાપૂર્ણસૂરિ www.jainelibrary.org