________________
તથાભવ્યતા પાકી નથી, ગ્રંથિભેદ થયો નથી એમ ન બોલો, એ માટે, કોઈ પ્રયત્ન (દુષ્કૃતગર્ઝા, સુકૃત અનુમોદના, શરણાગતિરૂપ) નથી ર્યા, એમ બોલો.
* પ્રસ્તાવના કે અનુક્રમણિકામાં જેમ ગ્રંથનો પરિચય આવેલો હોય, તેમ નવકારમાં સંપૂર્ણ જિનશાસનનો પરિચય છે. નવકાર એટલે જિનશાસનની પ્રસ્તાવના...! અથવા અનુક્રમણિકા. આવું સમજ્યા પછી જે કાંઈ શાસ્ત્રો વાંચશો તેમાં નવકાર જ દેખાશે. અધ્યાત્મ ગીતા
આત્મલીનતા ભલે થોડા સમયની હોય, પણ એટલી ઝલકથી મુનિનું સંપૂર્ણ જીવન બદલાઈ જાય. વ્યવહારમાં પણ એ ઝલકની છાંટ દેખાય.
પછી અવગુણો બધા ચાલતી પકડે. ‘‘ભગવાન હૃદયમાં આવી ગયા છે. એ આપણને હાંકી કાઢે એ પહેલા જ આપણે બિસ્રાપોટલા પેક કરીને ચાલવા માંડો,’' એમ સમજીને દોષો રવાના થવા માંડે.
ચોવીશેય કલાક હૃદયમાં જો પ્રભુનામ અને પ્રભુ-મૂર્તિ રમે તો દોષોને ઘુસવાનો કોઈ સવાલ નથી.
‘‘પુણ્યપાપ બે પુદ્ગલ-દલ ભાસે પરભાવ, પરભાવે પરસંગત પામે દુષ્ટ વિભાવ;
તે માટે નિજભોગી યોગીસર સુપ્રસન્ન,
દેવ નરક તૃણ મણિ સમ ભાસે જેને મન્ન... 112811
પુણ્ય-પાપ પર પણ તે યો ગીને સમભાવ હોય. સોનું હોય કે માટી બન્ને પુદ્ગલ છે, તેમ પુણ્ય-પાપ પણ પુદ્ગલ છે.
પુણ્યથી મળેલા સુખોમાં ખાસક્તિથી આત્મા દુષ્ટ વિભાવદશાને પામશે, એવું તે યોગી જાણતા હોય છે.
અનિષ્ટ પર અણગમો નહિ,
ઈષ્ટ પર રાજીપો નહિ, મુનિનો આ મધ્યમાર્ગ છે.
જ્યાં તમે સાતાના ઈચ્છુક બનો છો, તે જ ક્ષણે કર્મો તમને ચોટે છે. જે ક્ષણે તમે ક્યાંક અણગમો કરો છો, તે જ ક્ષણે તમને કર્મો વળગે છે.
આવું જાણનાર સમભાવમાં મગ્ન મુનિને સ્વર્ગ કે નરક, સોનું કે માટી, વંદક ફે
કહે કલાપૂર્ણસૂરિ ...
""
Jain Education International
For Private & Personal Use Only
૪૮૯
www.jainelibrary.org