________________
૩) શુભ કર્મ બંધાય – પુણ્ય. એ ત્રણેનું ફળ પરમપદ – મોક્ષ મળે.
ધર્મ કેવળ ક્રિયાપરક નથી, પણ ભાવપરક છે. ગુણ – સ્થાનકોની ગણત્રી ભાવથી થાય છે, ક્રિયાથી નહિ. વેપારમાં નફો મુખ્ય હોય છે તેમ ધર્મમાં ભાવ મુખ્ય છે. વેપારમાં બધા પદાર્થોમાં ભાવ (કિંમત) મુખ્ય છે. એક K G. લોઢું ૧૫ રૂા.માં મળે અને ૧ તોલો સોનું પાંચ હજારમાં મળે.
કઈ વસ્તુ કેટલા ભાવમાં વેચો છો, તેની વેપારમાં કિંમત છે. ભાવની વધ-ઘટ પર નફો-નુકશાન આધારિત છે.
અહીં ધર્મમાં પણ ભાવ મુખ્ય છે.
જીવત્વ બધામાં સમાન હોવા છતાં ભવ્ય, અભવ્ય, દુર્વ્યવ્ય વગેરે ભેદો ભાવના કારણે પડે છે.
ધર્મ ભાવનાશીલ વ્યક્તિને જ લાગુ પડે.
વરસાદ પડે, પણ ફાયદો કઈ ધરતીને થાય ? જેમાં બીજ વવાયેલા હોય તેને, અહીં પણ ભાવ, બીજના સ્થાને છે.
ભાવ અને અધ્યાત્મ બન્ને એક જ છે. દાનાદિ ત્રણને ભાવ યુક્ત બનાવવા તે જ
અધ્યાત્મ.
‘નામ અધ્યાતમ વણ અધ્યાતમ, દ્રવ્ય અધ્યાતમ ઠંડો રે;
ભાવ અધ્યાતમ નિજ ગુણ સાધે, તો તેહશું રઢ મંડો રે......
ભાવને ઉત્પન્ન કરનારા હોય તો નામ વગેરે અને દાન વગેરે પણ ઉપાદેય છે, એ પણ ભૂલવું નહિ. ભાવ કેવો હોય ?
૧) સર્વજીવો પ્રતિ મૈત્રી યુક્ત...
૨) ગુણી તરફ પ્રમોદ યુક્ત...
૩) દુ:ખી જીવો પ્રતિ કરુણા યુક્ત...
૪) નિર્ગુણી જીવો પ્રતિ માધ્યસ્થ યુક્ત હોય..
પછી શુભ આજ્ઞાયોગ આવે, તે પરમ-પદનું અવંધ્ય કારણ બને છે. તથાભવ્યત્વના પરિપાકથી ગ્રંથિભેદ થતાં શુભ આજ્ઞાયોગ આવે છે.
૪૮૮ ...
Jain Education International
For Private & Personal Use Only
કહે કલાપૂર્ણસૂરિ
www.jainelibrary.org