Book Title: Kahe Kalapurn Suri
Author(s): Kalapurnsuri
Publisher: Shantijin Aradhak Mandal Manfara

View full book text
Previous | Next

Page 499
________________ ૩) શુભ કર્મ બંધાય – પુણ્ય. એ ત્રણેનું ફળ પરમપદ – મોક્ષ મળે. ધર્મ કેવળ ક્રિયાપરક નથી, પણ ભાવપરક છે. ગુણ – સ્થાનકોની ગણત્રી ભાવથી થાય છે, ક્રિયાથી નહિ. વેપારમાં નફો મુખ્ય હોય છે તેમ ધર્મમાં ભાવ મુખ્ય છે. વેપારમાં બધા પદાર્થોમાં ભાવ (કિંમત) મુખ્ય છે. એક K G. લોઢું ૧૫ રૂા.માં મળે અને ૧ તોલો સોનું પાંચ હજારમાં મળે. કઈ વસ્તુ કેટલા ભાવમાં વેચો છો, તેની વેપારમાં કિંમત છે. ભાવની વધ-ઘટ પર નફો-નુકશાન આધારિત છે. અહીં ધર્મમાં પણ ભાવ મુખ્ય છે. જીવત્વ બધામાં સમાન હોવા છતાં ભવ્ય, અભવ્ય, દુર્વ્યવ્ય વગેરે ભેદો ભાવના કારણે પડે છે. ધર્મ ભાવનાશીલ વ્યક્તિને જ લાગુ પડે. વરસાદ પડે, પણ ફાયદો કઈ ધરતીને થાય ? જેમાં બીજ વવાયેલા હોય તેને, અહીં પણ ભાવ, બીજના સ્થાને છે. ભાવ અને અધ્યાત્મ બન્ને એક જ છે. દાનાદિ ત્રણને ભાવ યુક્ત બનાવવા તે જ અધ્યાત્મ. ‘નામ અધ્યાતમ વણ અધ્યાતમ, દ્રવ્ય અધ્યાતમ ઠંડો રે; ભાવ અધ્યાતમ નિજ ગુણ સાધે, તો તેહશું રઢ મંડો રે...... ભાવને ઉત્પન્ન કરનારા હોય તો નામ વગેરે અને દાન વગેરે પણ ઉપાદેય છે, એ પણ ભૂલવું નહિ. ભાવ કેવો હોય ? ૧) સર્વજીવો પ્રતિ મૈત્રી યુક્ત... ૨) ગુણી તરફ પ્રમોદ યુક્ત... ૩) દુ:ખી જીવો પ્રતિ કરુણા યુક્ત... ૪) નિર્ગુણી જીવો પ્રતિ માધ્યસ્થ યુક્ત હોય.. પછી શુભ આજ્ઞાયોગ આવે, તે પરમ-પદનું અવંધ્ય કારણ બને છે. તથાભવ્યત્વના પરિપાકથી ગ્રંથિભેદ થતાં શુભ આજ્ઞાયોગ આવે છે. ૪૮૮ ... Jain Education International For Private & Personal Use Only કહે કલાપૂર્ણસૂરિ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522