________________
છિદ્રવિનામોતીમાં દોરોન આવે તેમ અભિન્નગ્રંથિમાં ગુણોનથી આવતા. (સંસ્કૃતમા દોરો માટે મુ-શબ્દ પણ છે.) તે બીજા માટે કદાચ ઉપયોગી બની શકે, પણ સ્વ માટે જરાય નહિ. તે ભેદો – પ્રભેદો બધા ગણાવી દેશે, પણ અંદરનહિ ઉતરે, તેનામાં વિષય પ્રતિભાસ જ્ઞાન જ હશે.
આત્મ પરિણતિમત્ જ્ઞાન ૪થા ગુણસ્થાનકથી ને તત્ત્વ સંવેદન જ્ઞાન છઠ્ઠા ગુણસ્થાનકથી હોય છે.
આજ્ઞાયોગ ગુરુ-લાઘવથી થાય છે. ગુરુ-લાઘવ વિજ્ઞાન છે. ગુરુ-લાઘવ એટલે નફો-નુકશાનીની વિચારણા. વેપારી વેપારમાં નફો – નુકશાનીની વિચારણ કરે તેમ સંયમી પણ સંયમમાં નફો – નુકશાનીની વિચારણા કરે. ઉત્સર્ગ કે અપવાદ બન્નેમાં ફાયદાકારક હોય તેનો પ્રયોગ કરે.
ઉપદેશ-પદની ટીકામાં આ લખેલું છે. અધ્યાત્મ ગીતા :
માત્ર ૪૮ શ્લોકોમાં “અધ્યાત્મ'નું શબ્દચિત્ર પૂદેવચન્દ્રજીએ દોર્યું છે તે સાચે જ અદ્ભુત છે.
૫૦વર્ષ પહેલા મેંઆ૪૮ શ્લોકો કંઠસ્થ કરેલા. રાજકોટમાં (વિ. સં. ૨૦૧૭)માં પહેલીવાર જોયું કે શ્રાવકો તેનો પાઠ કરી રહ્યા હતા. મને આનંદ થયો.
સમ્યગ્રત્નત્રયીરસરાચ્યોચેતનરાય, જ્ઞાનક્રિયા ચકે, ચકચૂરે સર્વ અપાય; કારક ચક્ર સ્વભાવથી, સાધે પૂરણ સાધ્ય,
કર્તા કારણ કારજ, એક થયા નિરાબાધ...” ૨૮ * આજ સુધી પુદ્ગલનો, અર્થ-કામનો રસ હતો, તે દીક્ષા લેતાં છુટ્યો, પણ અહીં ફરી નવી સાંસારિક કહી શકાય તેવો રસ પેદા થયો નથી ને? તે જોજો.
એ બધા રસો તોડવા હોય તો રત્નત્રયીનો રસ પેદા કરવો પડે. જ્ઞાન અને ક્રિયાનું ચક્ર એવું જોરદાર છે જે મોહરાજાનું માથું કાપી નાખે. મોહરાજા નષ્ટ થતાં જ સર્વ અપાય દૂર થાય છે, ચેતનરાજ વિજેતા બને છે. - કુમારપાળે જેમ અર્ણોરાજને હરાવ્યો તેમ ચેતન મોહરાજને હરાવે છે.
કહે કલાપૂર્ણસૂરિ .....
... ૪૯૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org