________________
પદ્રવ્યાદિ ૪થી નાસ્તિત્વ આત્મામાં રહેલું છે. અર્થાત્ નાસ્તિત્વનું પણ આત્મામાં અસ્તિત્વ છે.
મોહરાજાનું બધું જ લશ્કર આત્માના નાસ્તિત્વરૂપે જ રહેલું છે, અસ્તિત્વરૂપે નહિ જ. આ વાતનો આપણને ખ્યાલન હોવાથી જ આપણે દુઃખી છીએ.
આત્મા તો નિર્મળ સ્ફટિક જેવો છે. એમાં ક્યાંય અશુદ્ધિનો અંશ નથી.
જીવનથી કંટાળી જઈએ, હતાશા આપણને ઘેરી વળે ત્યારે શુદ્ધ સ્વરૂપનો વિચાર આપણામાંથી કાયરતાને ભગાડી મૂકે છે.
દુર્ગાદાસ બહુજ જિજ્ઞાસુ શ્રાવક હતો, એની વિનંતીથી જ અધ્યાત્મગીતાની રચના થઈ છે. તે વખતે લાડુબેન નામની શ્રાવિકા ખૂબ જ જિજ્ઞાસુ હતી. તે એના તત્ત્વપૂર્ણ પત્રથી સમજાય છે. એ પત્ર એક પુસ્તકમાં છપાયેલો છે.
“સ્વગુણ ચિંતનરસે બુદ્ધિ ઘાલે, આત્મસત્તા ભણી જે નિહાલે;
શુદ્ધ સ્યાદ્વાદ પદ જે સંભાલે, પર ઘરે તે મુનિ કેમ ચાલે?” પૂરપા * આજે ભલે પિતાની રકમ છે, પણ કાલે એ પુત્રની જ થવાની, તેમ ભગવાનનું ઐશ્વર્ય અંતતોગત્વા ભક્તનું જ છે.
* ભગવાનની મૂર્તિ અને ભગવાનના આગમ આપણા માટે દર્પણ છે, જેમાં નિરીક્ષણ કરતાં તરત જ આપણા દોષો દેખાવા લાગે.
ક્રોધના આવેશમાં હોઈએ ને ભગવાનની શાંત પ્રતિમા જોઈએ ત્યારે આપણે કેવા લાગીએ? ક્યાં શાંતરસમય પ્રભુ? ક્યાં ક્રોધથી ધમધમતો હું?
ભગવાનના આગમો વાંચતાં પણ આપણા અઢળક દોષો સ્પષ્ટ દેખાય. દર્પણ કોઈ જ પક્ષપાત કરતો નથી. તમે રડતા હો તો તમારું મોં રડતું બતાવે. હસતા હો તો હસતું બતાવે ભગવાનની મૂર્તિ અને આગમ પણ કોઈ પક્ષપાત કરતા નથી. જે છે તે જ બતાવે છે.
* ભગવાનની પૂજા વસ્તુતઃ આત્માની જ પૂજા છે.
ગુરુકે ભગવાન પોતાનો વિનય કરાવતા નથી, કે પોતાની પૂજા કરાવતા નથી, પણ સાધનોઆ જ માર્ગ છે એ પૂજા-વિનય કરતો જાય તેમ તેનો સાધનાનો રસ્તો સ્પષ્ટ બનતો જાય, એને પોતાને જ લાભ થતો જાય.
કહે કલાપૂર્ણસૂરિ ....
Jain Education International
... ૪૮૫ www.jainelibrary.org
For Private & Personal Use Only