________________
બુધવાર, કા. સુદ - ૯, ૧૭-૧૧-૯૯.
ગુરુનો પરિવાર તે ગચ્છ. ત્યાં રહેનારને વિપુલ કર્મનિર્જરા થાય. કારણકે ત્યાં વિનય વિકસે છે, સારણા-વારણાદિ મળે છે. તેથી દોષો દૂર થાય છે. તેમનો વિનય જોઈ નવા પણ તે શીખે. આથી તેની પરંપરા ચાલે. આ ખૂબ મોટો લાભ છે. બીજાની આરાધનામાં કારણ બનવું અતિપ્રશસ્ત લાભ છે.
૧) સારણા – સ્મારણા = યાદ કરાવવું.
=
પડિલેહણ વગેરે કોઈપણ વાત યાદ કરાવવી.
૨) વારણા – નિષેધ કરવો.
અશુભ પ્રવૃત્તિથી બીજાને અટકાવવો.
૩) ચોયણા – ચોદના – પ્રેરણા.
બીજાને ઉંચા ગુણસ્થાનકે ચડવા પ્રેરણા આપવી. જે જે ગુણની યોગ્યતા દેખાય તેમાં પ્રેરણા આપવી.
૪) પડિચોયણા – પ્રતિચોદના – પ્રતિપ્રેરણા ઃ
અયોગ્ય વર્તનથી ન અટકે તો તાડનાદિનો પણ પ્રયોગ કરવો.
આ ચારેય વાત ગચ્છમાં જ હોઈ શકે. ગચ્છનો આ બહુ મોટો લાભ છે.
ગચ્છમાં એક-બીજા સહાયક બનવાથી મોક્ષ નિકટ બને છે.
આદિનાથ ભગવાનના જીવે પૂર્વભવમાં જીવાનંદ વૈદ્ય તરીકે પાંચ મિત્રો સાથે કેવી
કહે કલાપૂર્ણસૂરિ .....
Jain Education International
For Private & Personal Use Only
૪૮૧
www.jainelibrary.org