Book Title: Kahe Kalapurn Suri
Author(s): Kalapurnsuri
Publisher: Shantijin Aradhak Mandal Manfara

View full book text
Previous | Next

Page 493
________________ મુનિની સેવા કરેલી ? તેના પ્રભાવથી ભરત, બાહુબલી, બ્રાહ્મી, સુંદરી અને શ્રેયાંસકુમાર વગેરે બધા અંતિમ ભવે મોક્ષે ગયા. સહકારનો કેટલો મોટો પ્રભાવ છે ? સારણા વગેરે થતા રહે તે ગચ્છમાં રહેનાર શિષ્યનું શીઘ્ર કલ્યાણ થાય છે. * આજે પં. ભદ્રંકર વિજયજીનું થોડું ચિંતન વાગોળીએ. લુણાવાથી (વિ.સં. ૨૦૩૩) કચ્છ આવતી વખતે પ્રસાદી રૂપે જે નોટ આપી તે ખોલું છું. શુદ્ધ આજ્ઞાયોગ અને ભાવધર્મ શું ચીજ છે ? તે જોઈએ. ધર્મના ૪ પ્રકાર : દાન, શીલ, તપ અને ભાવ. ૪ પ્રકારનો ધર્મ સમગ્ર જગતને ઉપકારક છે. ભગવાનના ૪ મુખ ૪ પ્રકારના ધર્મ એકીસાથે બતાવવા જ જાણે ર્યા છે, તેવી કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિજીએ કલ્પના કરેલી છે. ભાવધર્મ તાત્ત્વિક છે. બાકીના ત્રણ એના સાધક છે. એ ત્રણ વિના ભાવધર્મ ઉત્પન્ન ન થાય. કેશી અને ગૌતમ મળ્યા ત્યારે ચર્ચા થઇ, સમાધાન થયું, આજની જેમ કોઈ ઝગડા ન થયા. ઉત્તરાધ્યયનમાં આનું એક આખું અધ્યયન છે. પૂ. કનકસૂરિજી ‘એ દોય ગણધરા’ સજ્ઝાય ખાસ બોલતા. સાંભળતાં આનંદ આવતો. બીજા પ્રત્યે ઔચિત્ય સેવીએ ત્યારે આપણા પર જ આપણે ઉપકાર કરીએ છીએ. * બીજાને ધર્મમાં જોડવામાં નિમિત્ત બનવું એનાથી બીજું રૂડું શું ? આને ‘‘વિનિયોગ’’ કહેવાય. તમે ખરાબ કરશો તો તમારું જોઈને બીજા ખરાબ શીખશે. મોહરાજાના માલનો વિનિયોગ થશે. તમારે કોનો માલ ખપાવવો છે ? ધર્મરાજા તરફથી સ્વર્ગ-અપવર્ગ મળશે.. મોહરાજ તરફથી કમીશનરૂપે સંસાર-ભ્રમણ મળશે. વિનિયોગ ઉત્કૃષ્ટ કક્ષાએ કરે તેને ધર્મરાજા ભગવાન બનાવે. વિનિયોગ ઓછી માત્રાએ થતો જાય તેમ તેમ તેને ગણધર, યુગપ્રધાન, આચાર્યાદિ પદ આપતા જાય. ૪૮૨ ... Jain Education International For Private & Personal Use Only કહે કલાપૂર્ણસૂરિ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522