________________
વિશુદ્ધ સંયમથી યોગ્ય શિષ્યો મળે ને તેઓ પણ ગુરુની જેમ નિર્મળ આરાધના રે. આથી જન્માંતરમાં પણ શુદ્ધ માર્ગની પ્રાપ્તિ થાય. આ જન્મમાં મળેલો શુદ્ધ માર્ગ સૂચવે છે કે પૂર્વજન્મમાં આપણે સંયમની વિશુદ્ધ સાધના કરી છે.
શુદ્ધિ અને અશુદ્ધિના સંસ્કારો જન્માંતરો સુધી ચાલતા હોય છે. ચિલાતીપુત્ર ઈત્યાદિના ઉદાહરણો આપણે જાણીએ છીએ.
ગુરુકુલ–વાસ મોક્ષનું મુખ્ય કારણ છે. કારણકે મોક્ષમાર્ગરૂપ રત્નત્રયી ગુરુકુળવાસથી જ મળે છે.
ભગવાન મહાવીના ૭૦૦ સાધુ, ૧૪૦૦ સાધ્વીઓ ગૌતમસ્વામીના ૫૦ હજાર શિષ્યો મોક્ષમાં ગયાછેતેવિશુદ્ધ સંયમનાબળેગયા છે. તો સંયમની વિશુદ્ધિમાં ઉપે શી રીતે કરાય? અધ્યાત્મ ગીતાઃ
જ્ઞાનાદિને ઉજ્જવલ બનાવવા અધ્યાત્મ-યોગ જોઈએ. મન આદિ ત્રણનો શુભ વ્યાપાર તે અધ્યાત્મ યોગ.
* જેટલા અંશે આત્માની રુચિ, તેટલા જ અંશે તેની જાણકારી. જેટલા અંશે જાણકારી, તેટલા જ અંશે તમે તેની રમણતા તમે કરી શકો. આમ રુચિ, શક્તિ અને રમણતા ઉત્તરોત્તર અવલંબિત છે.
પુદ્ગલદ્રવ્યોની રુચિ, જ્ઞાતિ અને રમણતાનો અનુભવ આપણને છે, પણ આત્માનો કોઈ જ અનુભવ નથી. આત્મા પોતે જ પોતાનાથી જ અજાણ છે. બધાને જોઈ શકનારી આંખ પોતાને જ જોઈ શકતી નથી.
* ચારિત્ર-પાલનથી આત્માનુભૂતિ પ્રગટે જ. ન પ્રગટે તો ચારિત્ર પાલનમાં ખામી સમજવી.
* મિથ્યાત્વ અને ચારિત્રમોહનીય (કર્મ)ની નિર્જરા થાય ત્યારે અવશ્ય આનંદ (આત્માનંદ) પ્રગટેજ.કર્મ-નિર્જરાને જાણવાની આજ કસોટી છે. એઆનંદસમતાનો, પ્રશમનો હોય.
૪ મોહરાજાનો ડર ત્યાં સુધી જ લાગે, જ્યાં સુધી આપણે આત્મશક્તિ અને પ્રભુ-ભક્તિની શક્તિ ન જાણીએ. બકરાના ટોળામાંના સિંહને નિજ – સિંહત્વની જાણ થઈ જાય, પછી એ શાનો ડરે?
“તપ-જપ મોહ મા તોફાને નાવ ન ચાલેમાને રે, કહે કલાપૂર્ણસૂરિ .......
•.. ૪૭૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org