________________
કોઈને લોટરીથી ધન મળે. (નિસર્ગ..) કોઈને પુરુષાર્થથી ધન મળે. (અધિગમ...)
ઈલાચી, ભરત ઈત્યાદિને થયેલું કેવળજ્ઞાન નૈસર્ગિક નગણાય એમાં પૂર્વજન્મનો પુરુષાર્થ કારણ ગણાય. મરુદેવીનું કેવલજ્ઞાનનૈસર્ગિક ગણાય.
* જીવનમાં ભૂલ થાય તે મોટી વાત નથી. પશ્ચાત્તાપ અને પ્રાયશ્ચિત્ત કરવું તે મોટી વાત નથી. માર્ગભૂલી જવો મોટી વાત નથી. ભૂલ્યા પછી ત્યાંથી પાછા ફરવું મોટી વાત છે. ઘણા તો ખોટા માર્ગથી પણ પાછા ફરવા તૈયાર નથી હોતા. અમારાદર્શનવિજયજી મ. ઘરાણા પાસે આવીને પણ રસ્તો ભૂલતાં ઘરાણાના બદલે લાકડીઓ પહોંચી ગયા હતા.
* સાચું યથાપ્રવૃત્તિકરણ તે, જે અપૂર્વકરણ અનિવૃત્તિકરણ લાવી સમ્યકત્વ આપે. બાકી એ પહેલા ઘણા યથાપ્રવૃત્તિકરણ ક્ય. પણ એ બધા સભ્યત્વ આપી ન શક્યા. ચરમ યથાપ્રવૃત્તિકરણ જ સમ્યત્વ આપે.
“ઈન્દચન્દ્રાદિ પદ રોગ જાણ્યો, શુદ્ધ નિજ શુદ્ધતા ધન પિછાણ્યો; આત્મધન અન્ય આપે ન ચોરે, કોણ જગદીન વળી કોણ જોરે?” ર૧
અત્યાર સુધી ઈષ્ટ વસ્તુ મળતાં સુખ મળશે, એવી જે ભ્રમણા હતી તે આત્મા મળતાં જતી રહે છે. આત્મધન મળતાં આવા સુખો – ઈન્દ્ર- ચન્દ્રાદિના સુખો પણ રોગ લાગે. કારણકે તેણે અંદરનું સુખ જાણી લીધું છે. આવા સાધકને દીનતા કદી ન હોય.
મારા આત્મ-ધનને કોઈ ચોરી શકશે નહિ, કોઈ રાજા પડાવી શકશે નહિ. કોઈ જબરદસ્તીથી આંચકી શકશે નહિ. પછી ભય શાનો?
જે મારું છે તે જવાનું નથી. જે જાય છે તે મારું નથી. પછી ભય શાનો?
કહે કલાપૂર્ણસૂરિ ....
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org