________________
ધીરે ધીરે તમે એની પાસેથી ઉધાર માલ લઈને ધંધો શરૂ કરો તો કેટલા માલંમાલ થઈ જાવ?
તેમ જ્ઞાનદાતા ઉદાર ગુરુ મળી જાય તો કામ થઈ જાય.
ન
આવા ગુરુ મળવાથી યાદ રાખો કે ગુણનો યોગ થવાનો જ. ગુરુના ગુણો જોતાં જોતાં શિષ્યમાં પણ સંક્રાન્ત થવાના જ. વાંચવાથી ન આવે તે જોવાથી આવે. પૂ. પં. ભદ્રંકરવિજયજી મ. પાસે ત્રણ વર્ષ રહેવાથી એમના ગુણો પ્રત્યક્ષ જોવા મળ્યા. આથી ખૂબ જ ફાયદો થયો.
નવસારી - આદિનાથવાળા ત્રણ-ચાર વર્ષથી પ્રતિષ્ઠા માટે વિનંતિ કરતા રહ્યા. આખરે બેડામાં પૂજ્ય પં. ભદ્રંકર વિ. એ એમને સમજાવી દીધા. પછી પૂ. સુબોધસાગરસૂરિજી પાસે પ્રતિષ્ઠા કરાવી.
પંન્યાસજી મ. પાસે રહેવાથી અમને ખૂબ જ ફાયદો થયો.
ઉત્તમ શેઠને કોઈ ન છોડે તો ઉત્તમ ગુરુને શિષ્ય શી રીતે છોડે ? ગુરુકુલવાસીનો પુણ્ય અને ગુણનો ભંડાર ભરાતો જ ચાલે.
ગુરુવિનય કરવાથી તે સાધુ બીજાને માર્ગદર્શક બને. તમારા દૃષ્ટાંતથી બીજાને પણ પ્રેરણા મળશે.
ગુરુકુલ – વાસ માર્ગ છે. કારણકે જ્ઞાન દર્શન ચારિત્રની પ્રાપ્તિ અને પાલન ગુરુફુલવાસથી જ થઈ શકે.
આત્મ નિવેદન એટલે પોતાની જાતને ગુરુના ચરણોમાં ધરી દેવી તે.
તમે ગુરુનું બહુમાન કરો છો, ત્યારે ખરેખર ગૌતમસ્વામીથી માંડીને બધા જ ગુરુઓનું બહુમાન કરો છો, તીર્થંકરની આજ્ઞાનું પાલન કરો છો. કારણકે ગુરુકુલ-વાસનું સેવન કરવું તે તીર્થંકરની જ આજ્ઞા છે.
ગુરુકુલમાં રહેવાથી વેયાવચ્ચનો લાભ મળે.
શુદ્ધ જ્ઞાનાદિની પ્રાપ્તિ થાય. આજે આવ્યું, કાલે ગયું એવું નહિ, પણ હંમેશ ટકે તેવું જ્ઞાન મળે. આદિથી દર્શનાદિની પણ પ્રાપ્તિ થાય.
અધ્યાત્મ ગીતા ઃ
:
* સમ્યક્ત્વ બે રીતે મળે નિસર્ગ અને અધિગમથી.
:
૪૭૪ ...
Jain Education International
For Private & Personal Use Only
.....
કહે કલાપૂર્ણસૂરિ
www.jainelibrary.org