________________
સોમવાર, ઠા. સુઠ – ૭, ૧૭-૧૧-૯૯. * જે ઉલ્લાસથી દીક્ષા લે તે ઉલ્લાસથી પાળે જ, પછી આટલો ઉપદેશ શા માટે? પણ, જીવના પરિણામો એક સરખા નથી રહી શકતા. પરિણામોમાં હંમેશા વધ-ઘટ થયા જ કરે. કારણકે તે ક્ષાયોપશમિક છે.
આ કારણે જ સિંહ + શિયાળની ચતુર્ભગી શાસ્ત્રોમાં બતાવી છે.
મનમાં સતત ઊઠતી વિધ-વિધ વૃત્તિઓ પર વિજય મેળવવો કાંઈ સહેલો નથી. સંયમમાં સતત મન લગાવવું કાંઈ ગુલાબના માર્ગે ચાલવા જેવું સહેલું નથી.
આપણા પરિણામો સતત જળવાઈ રહે માટે જ શાસ્ત્રકારોએ શાસ્ત્રો રચ્યા છે. માટે જ મહાપુરુષોના જીવન સાંભળવાના છે. માટે જ મહાપુરુષોના નામ સાંભળવાના છે. ભરડેસરસઝાયશું છે? મહાપુરુષોનાનામો છે માત્ર. એમનાનામોમાં એમનો ઈતિહાસ છુપાયેલો છે. એકેક નામમાં સંયમ અને સત્ત્વનું બળ ભર્યું છે.
સિંહ જેવા પરિણામો જ્યારે શિયાળ જેવા બનવા લાગે ત્યારે એને ટકાવનારી ધર્મશાસ્ત્રોનો ઉપદેશ છે, મહારુષોના નામ છે.
ગુરૂકુલ-વાસનો સૌથી મોટો લાભ રોજ સવારે ગુરુના દર્શન મળે તે છે. રોજ પુણ્યના ભંડાર ભરાય. નમસ્કાર ભાવ પુણ્યનું પરમ કારણ છે.
આપણો વિનય જોઈ બીજા વિનય શીખે. બીજા પણ ગુસ્કુલવાસ સેવે. ચારિત્રમાં પણ સ્થિરતા રહે, વૃદ્ધોની પાસે રહેવાથી સંયમ સુરક્ષિત રહે. એ પણ ગુરુકુલવાસનો મહાન લાભ છે.
આ દીક્ષા જ્ઞાનાદિની સાધના માટે લીધી છે, તે ગુરુ-સેવાથી જ થઈ શકે.
... કહે કલાપૂર્ણસૂરિ
૪૭૬ ... Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org