________________
દ્વવાર, ડા, સુદ – ૬, ૧૪-૧૧-૯૯. * વ્યાપારમાટે મૂડી જોઈએ. વધુ મૂડી હોય તો વધુ માલ હોવાના કારણે વેપાર વધુ થાય. મૂડી એટલે જ્ઞાન. માલ એટલે ક્રિયા, વેપારનો નફો એટલે કર્મની નિર્જરી.
થોડું જ્ઞાન હોય તો પરચૂરણવેપારી કે ફેરીયા જેટલી કમાણી (કર્મ-નિર્જરા) થાય. ઘણું જ્ઞાન હોય તો મોટી દુકાનના વેપારીની જેમ ધૂમ કમાણી થાય.
જ્ઞાનની ખૂબ જ મૂડી રોકો. ખૂબ જ નફો થશે. એ માટે ગુરુકુલવાસ જોઈએ, એ ભૂલતા નહિ
શ્રેષ્ઠ ગુરુકુલવાસ, શ્રેષ્ઠ સાથીઓ, શ્રેષ્ઠ (સુલક્ષણા) ઉપકરણો રાખીએ તો ખૂબ જ કર્મ-નિર્જરારૂપ નફો થાય.
આપણું જ્ઞાન ભલે ઓછું હોય, પણ અપ્રતિહત સામર્થ્યવાળા જ્ઞાની ગુરુનું જ્ઞાન આપણને કામ લાગે.
અમારા નસીબને અમે કેટલું વખાણીએ? અનાયાસે અમને એવા ગુરૂદેવ મળી ગયા.
પુણ્ય સારા હોય તો કુલક્ષણા સાધનથી પણ માણસ કમાઈ લે, જેલમાં પણ કમાઈ લે, નશીબ માઠું હોય તો સુલક્ષણા સાધનથી પણ માણસ દરિદ્ર જ રહે. એવું બની શકે. પણ અહીં સુગુરુની નિશ્રા તમે જિનાજ્ઞાપૂર્વક સ્વીકારો તો ખરાબ થવાનો કોઈ જ ચાન્સ નથી. માટે શુભ ગુરુની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો જોઈએ.
સૌ પ્રથમ ગુરુ અને ગુરુકુળ કેવા? તે જોવું જોઈએ. ગુરુમહાન ગુણથી યુક્ત હોય.
જેમ મોટા ઉદાર શેઠ પાસે નોકરી કરતા હો ને એ શેઠનો તમારા પર પ્રેમ હોય તો કહે કલાપૂર્ણસૂરિ ..
... ૪૭૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org