SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ ધીરે ધીરે તમે એની પાસેથી ઉધાર માલ લઈને ધંધો શરૂ કરો તો કેટલા માલંમાલ થઈ જાવ? તેમ જ્ઞાનદાતા ઉદાર ગુરુ મળી જાય તો કામ થઈ જાય. ન આવા ગુરુ મળવાથી યાદ રાખો કે ગુણનો યોગ થવાનો જ. ગુરુના ગુણો જોતાં જોતાં શિષ્યમાં પણ સંક્રાન્ત થવાના જ. વાંચવાથી ન આવે તે જોવાથી આવે. પૂ. પં. ભદ્રંકરવિજયજી મ. પાસે ત્રણ વર્ષ રહેવાથી એમના ગુણો પ્રત્યક્ષ જોવા મળ્યા. આથી ખૂબ જ ફાયદો થયો. નવસારી - આદિનાથવાળા ત્રણ-ચાર વર્ષથી પ્રતિષ્ઠા માટે વિનંતિ કરતા રહ્યા. આખરે બેડામાં પૂજ્ય પં. ભદ્રંકર વિ. એ એમને સમજાવી દીધા. પછી પૂ. સુબોધસાગરસૂરિજી પાસે પ્રતિષ્ઠા કરાવી. પંન્યાસજી મ. પાસે રહેવાથી અમને ખૂબ જ ફાયદો થયો. ઉત્તમ શેઠને કોઈ ન છોડે તો ઉત્તમ ગુરુને શિષ્ય શી રીતે છોડે ? ગુરુકુલવાસીનો પુણ્ય અને ગુણનો ભંડાર ભરાતો જ ચાલે. ગુરુવિનય કરવાથી તે સાધુ બીજાને માર્ગદર્શક બને. તમારા દૃષ્ટાંતથી બીજાને પણ પ્રેરણા મળશે. ગુરુકુલ – વાસ માર્ગ છે. કારણકે જ્ઞાન દર્શન ચારિત્રની પ્રાપ્તિ અને પાલન ગુરુફુલવાસથી જ થઈ શકે. આત્મ નિવેદન એટલે પોતાની જાતને ગુરુના ચરણોમાં ધરી દેવી તે. તમે ગુરુનું બહુમાન કરો છો, ત્યારે ખરેખર ગૌતમસ્વામીથી માંડીને બધા જ ગુરુઓનું બહુમાન કરો છો, તીર્થંકરની આજ્ઞાનું પાલન કરો છો. કારણકે ગુરુકુલ-વાસનું સેવન કરવું તે તીર્થંકરની જ આજ્ઞા છે. ગુરુકુલમાં રહેવાથી વેયાવચ્ચનો લાભ મળે. શુદ્ધ જ્ઞાનાદિની પ્રાપ્તિ થાય. આજે આવ્યું, કાલે ગયું એવું નહિ, પણ હંમેશ ટકે તેવું જ્ઞાન મળે. આદિથી દર્શનાદિની પણ પ્રાપ્તિ થાય. અધ્યાત્મ ગીતા ઃ : * સમ્યક્ત્વ બે રીતે મળે નિસર્ગ અને અધિગમથી. : ૪૭૪ ... Jain Education International For Private & Personal Use Only ..... કહે કલાપૂર્ણસૂરિ www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy