________________
નિત્થારપારVII રોડ..... સંસારથી પાર ઉતરજો.
પ્રદક્ષિણા આપતી વખતે શિષ્યના સંચાર પરથી ગુરુ તેનું ભાવિ જુએ. એના ડગલા કઈ તરફ જાય છે? તે પરથી ભવિષ્ય જાણી શકાય.
વડી દીક્ષા પછી પણ પરિણત હોય તો જ માંડલીમાં પ્રવેશ આપી શકાય. નહિ તો નહિ જ.
વ્રત-પાલનના ઉપાયોઃ
વ્રત તો આપ્યા, પણ વ્રતનું રક્ષણ શી રીતે કરવું? એ પણ મહત્ત્વની વાત છે. દીકરાને દુકાન તો સોંપી, પણ સોંપ્યા પછી કઈ રીતે તેને સંભાળવી? એ પણ શીખવવું
પડે.
ગમન, શયન, આસન, આહાર, ચંડિલ, સમિતિ, ભાવના, ગુપ્તિ, ચૈત્ય ઈત્યાદિ સાધુ - વ્યવહાર અંગે ગુરુ વ્યવસ્થિત સમજાવે.
: અધ્યાત્મ ગીતાઃ
બીજાના પ્રાણ બચાવવા દયા કહેવાય, તેમ તેના ગુણો બચાવવા પણ મહાનદયા કહેવાય.
દા.ત. કોઈ આવેશના કારણે આપઘાત કરવા જતો હોય તો તેને સમજાવવો : ભલા માણસ! આવું કરાય? આ જીવન વેડફી દેવા માટે છે? એના આવેશને ઊતારવો પણ ભાવ દયા છે. આ બધી હિતશિક્ષા ભાવધર્મની રક્ષા માટે જ છે. હૃદય કોમળ રહે તે માટે જ છે.
આવેશમાં રહીએ, માયા-પ્રપંચકરીએ, આસક્તિરાખીએ તો સમજી લેવું આપણે આપણા જ ભાવપ્રાણોની હત્યા કરી રહ્યા છીએ.
ભગવાને કહ્યું છેઃ “આત્મગુણોની રક્ષા કરો’ પણ, આપણે ઉછું કરી રહ્યા છીએ.
શક્તિ હોવા છતાં ભણો નહિ તો જ્ઞાન-ગુણ ન હણાય? જ્ઞાનાવરણીય કર્મ ના બંધાય? ગૃહસ્થોદુકાન લીધા પછી બે વર્ષ બંધ રાખે તો?
આપણને ભણેલું ઘણું લાગે છે. ગૃહસ્થોને સંતોષ નથી. આપણને સંતોષ છે.
કહે કલાપૂર્ણસૂરિ ..
... ૪૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org