________________
બીજાના દ્રવ્યપ્રાણોની જેમ ભાવપ્રાણોની પણ રક્ષા કરવાની છે. એને ગુસ્સો ન આવે, વગેરેની પણ કાળજી રાખવાની છે, એવું આપણે સમજ્યા છીએ ખરા ?
આમ ભાવ અધ્યાત્મ અનુસારી પ્રવૃત્તિ શરૂ થાય ત્યારે જ સંસારનો છેદ શરૂ થાય. દ્રવ્યથી ગુરુ-નિશ્રા મળી હોય તે નહિ, પણ ગુરુમાં ભગવદ્ગુદ્ધિ, તારકબુદ્ધિ પેદા થઈ તે યોગાવેંચકપણું છે.
આવો આત્મા પ્રભુની વાણી સાંભળે, સદ્દહે અને આચરે.
* મેઘકુમારનો જીવ હાથીમાંથી આવેલો. પ્રથમ જ દેશનથી કેમ વૈરાગ્ય આવ્યો ? પૂર્વભવમાં જે સસલાની નિષ્કામભાવે દયા કરેલી તેના પ્રભાવે.
(૧) સંસાર પરિમિત કર્યો.
(૨) મનુષ્ય જન્મ મેળવ્યો.
(૩) તીર્થંકર જેવા ગુરુ પ્રાપ્ત કર્યા.
આ ત્રણ વસ્તુ તેણે મેળવી લીધી. એમ ઉપદેશ-પદમાં પૂ. હરિભદ્રસૂરિજીએ કહ્યું
છે.
આ અધ્યાત્માનુગત ક્રિયા કહેવાય.
* યથાપ્રવૃત્તિકરણને અવ્યક્ત સમાધિ કહી છે. અવ્યક્ત એટલા માટે કે હજુ સમ્યક્ત્વ નથી મળ્યું.
* ગુણોની પ્રાપ્તિ હંમેશ ગુણોની અનુમોદના અને રુચિદ્વારા જ થાય. એ પહેલા ગુણો બારણે જ ન આવે.
કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
૪૬૧ www.jainelibrary.org