________________
તો એ કેવો કહેવાય? આપણે એવા મૂર્ખ ભીખારી છીએ, સામેથી મળવા છતાં ના પાડીએ છીએ.
ભૂખ્યાને જિમ ઘેવર દેતાં, હાથ માંડે ઘેલોજી...”
છતાં રસોઈઓ (ગુરુ) દયાળુ છે. વિચારે છે: એ બિચારો ભીખારી રોગી છે. એનો ઈલાજ કરવાથી રૂચિ ઊઘડશે. તેને તત્ત્વપ્રીતિકર પાણી (દર્શન) વિમલાલોક અંજન (જ્ઞાન) પરમાત્ર ભોજન (ચારિત્ર) આપીશ તો ઠેકાણું પડશે. ને એમ કરીને એ ધીરે ધીરે ભીખારીને ઠેકાણે લાવે છે.
ભીખારીના સ્થાને જાતને મૂકો, રસોઈઆના સ્થાને ગુરુને મૂકો. આ બધી વાત બરાબર સમજાઈ જશે.
* યોગ્ય દીક્ષાપર્યા વગર, જરૂરી જ્ઞાન અને આંતરિક પરિણતિની પરીક્ષા વગર જો વડી દીક્ષા આપવામાં આવે તો મિથ્યાત્વ, અનવસ્થા આદિ દોષો લાગે.
ઉપસ્થાપના (વડીદીક્ષા) માટે ત્રણ મર્યાદા છે: જઘન્ય- ૭ દિવસ. મધ્યમ – ૪ મહિના. ઉત્કૃષ્ટ - ૬ મહિનામાં થાય.
અમારી ૧૨ મહિને થઈ. પૂ. પદ્મ વિ.મ. (પૂ. જીત વિ.મ.ના ગુરુ)ની ૧૩ વર્ષે વડી દીક્ષા થઈ, તે એમની અયોગ્યતાના કારણે નહિ, પણ પદવીધરની પ્રાપ્તિનહિથવાના કારણે.
૭ દિવસની મર્યાદા આપણા માટે નથી. અમુક સાધુ માટે જ છે.
આમ ન કરે તેને મિથ્યાત્વાદિ લાગે. અધ્યાત્મ ગીતા - તે હિંસાદિક દ્રવ્યાશ્રય કરતો ચંચળ ચિત્ત, કર્ક વિપાકી ચેતના મેલે કર્મ વિચિત્ત;
આતમગુણને હણતો, હિંસક ભાવે થાય, આતમ ધર્મનો રક્ષક, ભાવ અહિંસક કહાય... ૧૬ કાર્ય કરવાની અને કાર્ય કરતાં પહેલા જાણવાની
કહે કલાપૂર્ણસૂરિ
•. ૪૫૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org