________________
નથી. મડદાની કોઈ કિંમત નથી.
* નામ આ શરીરનું છે, વળી એકલ્પિત છે. આત્મા તો અનામી છે. નામ માત્ર ઓળખાણ અને વ્યવહાર માટે છે. એ સિવાય બીજી કોઈ ઉપયોગિતા નથી. નામલક્ષ્મીચંદ હોય ને લક્ષ્મી ન હોય એવું બને. નામ જીવણલાલ હોય ને મૃત્યુ પથારીએ પડેલા હોય એવું બને. નામ ઈશ્વર હોય ને સાવ કંગાળ હોય, એવું બને. એવું ચારે બાજુ આપણે જોઈએ પણ છીએ છતાં આ નામ માટે કેટલી માથાકુટ કરીએ છીએ? લગભગ અર્ધી જીંદગી તો આપણે આ નશ્વર નામને અમર કરવા પાછલ ખર્ચી દઈએ છીએ.
સમ્યજ્ઞાન આપણને શીખવે છે. આ નામ અને રૂપનો મોહ છોડ. અનામી અને અરૂપી પ્રભુને સેવ.
* જ્ઞાન વગરનો માણસ પશુ કહેવાયો છે. પશુથી માણસને ભિન્ન કરનાર જ્ઞાન
જ્ઞાનની ઉત્કૃષ્ટ આરાધના કરી માણસ પોતાની અંદર રહેલ દિવ્યતા ખીલવી શકે છે. જ્ઞાનથી દૂર રહીને તે પશુતામાં પણ સરી શકે છે.
* પહેલા બાળકો ભણવા જતાં પહેલા સરસ્વતીની પૂજા કરતા.
સરસ્વતીનો અહીં કોઈ વિરોધ નથી. એને આપણે ‘શ્રુત-દેવતા કહીએ છીએ. રોજ પ્રતિક્રમણાદિમાં આપણે શ્રુત-દેવતાનું સ્મરણ કરીએ છીએ.
મૃતદેવતા એટલે આગમ.
ભગવાન જેટલી જ કિંમત આગમની ગણાય. ભગવાનના વિરહમાં તો આગમની કિંમત અનેકગણી વધી જાય.
- અમને આગમ ન મળ્યા હોત તો અમે શું કરત? ચુંટણી પ્રચારકોની જેમ માત્ર ભાષણ આપત, જેમાં સ્વપ્રશંસા અને પરનિંદા સિવાય કશું ન હોય.
અપેક્ષાએ મૂર્તિથી પણ આગમ ચડીયાતા છે. આ મૂર્તિ પૂજ્ય છે, એવું બતાવનાર પણ આગમ જ છે.
આંખ અને પગબન્નેમાં કિંમતી કોણ? આંખ. પગ ચાલવાનું, મહેનતનું કામ કરે છે, આંખ આરામથી ઉપર બેઠી છે, ખાસ કાંઈ કામ કરતી જણાતી નથી, છતાં આંખ જ મૂલ્યવાન ગણાય, પગને કાંટા, વિષ્ઠા, જીવહિંસા આદિથી બચાવનાર આંખ છે. પગ = ક્રિયા.
૪૭૦ •••
... કહે કલાપૂર્ણસૂરિ
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only