________________
આ બે આત્માની મુખ્ય શક્તિ છે.
વીર્યગુણને કે જ્ઞાનગુણને સર્વથા કર્મ ઢાંકી ન શકે. પણ જ્યાં સુધી ઉપયોગ પરભાવરંગી બનેલો હોય ત્યાં સુધી કર્મબંધન ચાલુ. આપણે જ આપણી આસપાસ જાળ રચીએ છીએ. આપણી બેડીઓને મજબૂત કરીએ છીએ.
એક આત્મપ્રદેશ કર્મ બાંધે બીજા આત્મપ્રદેશ કમ તોડે, એવું કદી ન બની શકે. કોઈપણ કાર્ય સૌ આત્મપ્રદેશો ભેગા મળીને જ કરે
* આસક્તિના કારણે ખૂબ જ ચીકણા અશુભ કર્મો બંધાય છે. ક્યારેક શુભ કાર્યથી શુભકર્મ બંધાય, પણ અંદરનો ઉપયોગબદલાયોન હોવાના કારણે શુભઅનુબંધ
ન પડે.
અનંતાનુબંધી કષાય અંદર પડેલો હોય તેવાજીવો એવા આવેશમાં હોય છે. આટલુંક પણ જતું કરવા તૈયાર થતા નથી. આવા જીવ શુભક્રિયા કરે તો પણ અનુબંધ તો અશુભ જ પડે.
યાદ રહે કે અનંતાનુબંધીની હાજરીમાં એક પણ ગુણ સાચી રીતે પ્રગટ થઈ શકે
નહિ
મેલે” એટલે “મેળવે', કર્મ બાંધે. અનંતાનુબંધી અને મિથ્યાત્વની હાજરીમાં જ નરકાયુ બંધાય. સમ્યત્વની હાજરીમાંતો વૈમાનિકનું જ આયુષ્ય બંધાય દેવ હોય તો મનુષ્પાયુ બાંધે.
* આત્મગુણની હિંસા કરનાર ભાવ-હિંસક કહેવાય. સ્વભાવઘાતકી કહેવાય. આપણે બીજાને મારનારને હિંસક કહીએ છીએ, પણ ભાવપ્રાણની હિંસા કદી નજરમાં જ નથી આવતી.
દ્રવ્ય હિંસા થઈ ગઈ હોય છતાં સ્વભાવદશામાં મુનિને હિંસાનો દોષ નથી લાગતો કે પૂજા કરનારને હિંસાનો દોષ નથી લાગતો. એનું આ જ કારણ છે.
અહીં ભાવપ્રાણોની હિંસા નથી. કારણ કે અહીં આત્મગુણોની રક્ષા કરવાનો ઉદ્દેશ છે. જો આમ માનવામાં ન આવે તો સાધર્મિક ભક્તિ, પ્રવચન શ્રવણ ઈત્યાદિ એક પણ કાર્ય થઈ શકશે નહિ.
“આત્મગુણ રક્ષણા તેહ ધર્મ, સ્વગુણ-વિધ્વંસના તેહઅધર્મ, ભાવ અધ્યાત્મ અનુગત પ્રવૃત્તિ, તેથી હોય સંસાર-છિત્તિ” II૧૭ી.
૪૬૦ Jain Education International
For Private & Personal Use Only
••••. કહે કલાપૂર્ણસૂરિ
www.jainelibrary.org