________________
શુક્રવાર, કા. સુદ – ૪, ૧૦-૧૧.૯૯. * સામાયિક શબ્દના શ્રવણ માત્રથી અનંતા જીવો કેવળજ્ઞાની બન્યા છે. ઉપશમ, વિવેક અને સંવરશબ્દનાશ્રવણથી ખૂની ચિલાતીપુત્રસ્વર્ગવાસી બન્યોહતો.
સામાયિકનું અત્યારે આરાધના કરીને સંસ્કાર દઢ બનાવીએ તો આગામી જન્મમાં સામાયિક શબ્દના શ્રવણથી આપણે જાતિસ્મરણ જ્ઞાન પામી શકીએ.
“આગામી જન્મમાં હું વાંદરો થવાનો છું એવું સીમંધરસ્વામી પાસેથી જાણીને એકદેવે એજંગલની શિલાઓ પરનવકાર કોતર્યા એ જોઈને વાંદરાના ભાવમાં જાતિસ્મરણ જ્ઞાન થયું.
* ગમે તેવા અધમાધમ જીવને તારનાર આશાસન છે. અર્જુન માળી, ચંડકૌશિક, શૂલપાણિ, કમઠ ઈત્યાદિ ઉદાહરણો છે. બહારથી ખરાબ દેખાતો અયોગ્ય જીવ પણ જ્ઞાનીને નજરે અયોગ્ય નથી. 'कटोरे में शराब भरी है तो क्या हुआ ? आखिर तो वह कटोरा सोनेका है न ?' આપણો જીવ સોનાનો કટોરો છે. આજે ભલે એમાં શરાબ હોય, પણ એમાં કાલે અમૃત આવશે, એમ જ્ઞાનીઓ જોઈ રહ્યા છે.
* પંચવસ્તકમાંથી હું બધું જ નથી કહેતો, જરૂરી વાતો જ કરું છું.
ગુરુ, ગચ્છ, વસતિ, સંસર્ગ, ભક્ત, ઉપકરણ, તપ, વિચાર, ભાવના, કથા આ સ્થાનોમાં મુનિ પ્રયત્ન કરે.
* કૃપા કરીને ગુએ પાંચ ચિંતામણિ જેવા પાંચ મહાવ્રતો આપ્યા, તેનું કેમ રક્ષણ
૪૬૬ -
કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org