________________
“આતમગુણ આવરણે ન ગ્રહે આતમધર્મ, ગ્રાહક શક્તિ પ્રયોગે જોડે પુદ્ગલ શર્મ; પરલોભે, પરભોગને, યોગે થાયે પર-ર્તાર, એહ અનાદિ પ્રવર્તે, વાધે પર વિસ્તાર...” I૧૪
આપણી શક્તિઓ પુદ્ગલમાં લગાવીને આપણે પરનો વિસ્તારર્યો છે. ગુણનો વિકાસ જ સ્વ-વિસ્તાર કહેવાય. આત્મ-ગુણ વિના ભવોભવ ભટકવાનું જ છે.
ભવ-ભ્રમણના ફેરા બંધ કરવા હોય તો ગુણ મેળવવા જ પડશે.
મમતા દોષ છે. સમતા ગુણ છે. આ સમજાય છે? જાણવા છતાં મમતા વધારતા રહીએ તો શું કહેવાય? મૂર્છા આવી ત્યાં મમતા આવશે. મમતાથી સમાધિ ડહોળાશે.
બધા જ દોષોએ ગુણોને અટકાવી મૂક્યા છે. જ્યાં ગુણ રહી શકે, ત્યાંજ દોષો રહે છે. આત્મપ્રદેશોની જગ્યા એટલી જ છે. જે જે દોષ છે, તેણે તેણે ગુણની જગ્યા દબાવી દીધી છે, એમ માનજો.
દોષોની કેબિનેટ આપણી અંદર જામેલી છે. એ જે નક્કી કરે છે, તેમાં આપણે સહી કરતા રહીએ છીએ.
આત્માની કર્તૃત્વ - ભોક્નત્વ – ગ્રાહક – રક્ષક શક્તિઓ આજે ક્યાં પ્રવર્તી રહી છે? તે જાણો છો?
શક્તિ ઉલ્ટી ચાલે છે માટે જ આપણે જે તે વસ્તુ ભેગી કરતા રહીએ છીએ. આપણે બાળક જેવા છીએ. ચમકતા કાંકરાને પણ સંઘરવા લાગી જઈએ છીએ.
આથી જ સંસાર વધી રહ્યો છે. શશીકાંતભાઈ:
સંસારને નહિ, શાસનને લીલુંછમ રાખવા આશીર્વાદ માંગજો. ૨૦મી સદીનું છેલું દીપોત્સવી પર્વ છે. ગુરુ પાસેથી ન માંગો, પણ હું શાસનને શું આપી શકું એમ છું, એમ વિચારજો.
દીપોત્સવી પર્વમાં સંકલ્પ કરજોઃ
૬ અબજની વસતિમાં જૈનો માત્ર એક ક્રોડ જ છે. એવસતિ પણ ઘટતી જાય છે. આપણા પર બહુ મોટી જવાબદારી છે.
એક નાનકડી ચીઠી લખીને સંકલ્પ લખજો. મિશન એક્ટ બનાવો.
તમારા આ જીવનનું ધ્યેય શું છે? એલખીને જણાવો. તમારા સંકલ્પને પૂર્ણ કરવા પ્રકૃતિ મદદ કરવા આવી પહોંચશે. આ પ્રકૃતિનો નિયમ છે.
.... કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org