________________
નૂતનવર્ષ, સં. ૨૦૪૬., 8ા, સુદ – ૧. ૯-૧૧-૯૯. મંગળવાર.
* સંયમ - જીવન સુરક્ષિત રહે, મોક્ષનો હેતુ સફલ બને, એ માટે શાસ્ત્રકારોએ ઉપાય બતાવેલા છે.
* સંયમ જીવનનું સુંદર પાલન કરવાથી અહીં જ મોક્ષનું સુખ અનુભવાય છે.
* ૪ ગતિમાં સર્વોચ્ચ મનુષ્યગતિ છે. તીર્થકરો પણ છેલ્લે મનુષ્ય બનીને જ મોક્ષે જાય.
આજ સુધી તીર્થકર બનીને મોક્ષે ગયેલા (જિનસિદ્ધ) કેટલા? તીર્થકર બન્યા વિના મોક્ષે ગયેલા (અજિનસિદ્ધ) કેટલા? બન્ને અનંતા છે. પણ બન્ને અનંતમાં ફરક છે. તીર્થંકરના અનંતથી અસંખ્યા ગણા અનંતા બીજા મોક્ષે ગયેલા છે.
ભરતક્ષેત્રની અપેક્ષાએ એક અવસર્પિણીમાં ૨૪ જ તીર્થકરો મોક્ષે ગયા પણ એમના શાસનમાં અસંખ્યાત મોક્ષે ગયા. - મહાવિદેહમાં આટલા કાળમાં અસંખ્યાતા તીર્થકરો મોક્ષે ગયા. એનાથી બીજા અસંખ્યાતા સમજી લેવા.
* સાધુ-જીવનના વ્રતો સંસારના ક્ષય માટે છે. કર્મનું મૂળ અવિરતિ છે. વિદે સંગમે ?
સંસારનું મૂળ માત્ર એક જ પ્રકારમાં બતાવવું હોય તો અસંયમ, અવિરતિ છે. એનાથી અત્યાર સુધી જીવે કર્મોનો જ સંગ્રહ કર્યો છે. બાળક કાંકરાનો સંગ્રહ કરે તેમ
કહે કલાપૂર્ણસૂરિ .....
.. ૪૫૫
Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org