________________
સોના-ચાંદી ભેગી કરનાર પણ જ્ઞાનીની નજરે “બાળક” જ છે. ફક્ત રંગમાં ફરક છે. જ્ઞાનીની નજરે સોનું એટલે પીળા કાંકરા! ચાંદી એટલે સફેદ કાંકરા! માણસ ગમે તેટલો મોટો થાય પણ જિન-વચન ન સમજે તો બાળ જ રહેવાનો ! માત્ર એના રમકડા બદલવાના, એની વૃત્તિઓ નહિ બદલવાની! કાંકરાથી રમતો છોકરો મોટો થઈને પીળા કાંકરાથી રમે. આમાં તાત્ત્વિક ફરક ક્યાં પડ્યો? રમકડાના પ્રકાર જ બદલાયા, અંદર બેઠેલો “બાળક ન બદલાયો.
તપેલા લોઢા પર ચાલતાં જેટલું દુઃખ થાય તેટલું જ દુઃખ સંવેગી જીવને હિંસાદિ પાપ કરતાં થાય. કાચા પાણી પર કે વનસ્પતિ પર ચાલતાં એને તપેલા લોઢા પર ચાલવા જેવું લાગે.
* આજે બધા સાધુ-સાધ્વીજીને વાસક્ષેપ નાખીશ, પણ ગૃહસ્થો ગુરુપૂજન કરે તેમ તમે શું કરશો? કોઈને કોઈ નૂતન અભિગ્રહ લઈ સંયમ જીવનને શોભાવજો. પરિગ્રહનો ભાર ઓછો થાય, તેવું કાંઈક કરજો.
અમારા ગુરુદેવ પૂ. કંચન વિ. કાળધર્મ પામ્યા. ત્યારે ઉપકરણમાં સંથારિયું અને ઉત્તરપટ્ટો જ માત્ર હતા. સાવ જ ફક્કડ!
બોક્ષ ઓછા તેનો “મોક્ષ જલ્દી, એટલું જ યાદ કરજો. ભણવાનો પણ અભિગ્રહ કરી શકાય.
શાન્તિનગર (અમદાવાદ)માં એક સાધ્વીજીએ ૧૧ હજાર ૧૧૧ શ્લોકનો અભિગ્રહ લીધેલો ને પછી એક વર્ષમાં પૂર્ણ કરીને પૂરું લીસ્ટ અમારા પર મોકલેલું.
આત્માનું નૈશ્ચયિક સ્વરૂપ આપણે સંથારા પોરસી વખતે રોજ બોલીએ છીએ? “ોરંથિ એ શો '
એકલા જમ્યા, એકલા જવાના-મરતી વખતે કોણ સાથે આવવાનું આ જ્ઞાનાદિ ગુણો જ. તો પછી એ ગુણોને સંસ્કારના પુટ શા માટે આપવા?
વજસ્વામીને ત્રણ વર્ષની ઉંમરે ૧૧ અંગશી રીતે યાદ રહી ગયા? આટલી બુદ્ધિ ક્યાંથી મળી? તિર્યજjભકના પૂર્વજન્મમાં રોજ પુંડરીક – કંડરીક અધ્યયનનું ૫૦૦ વાર પુનરાવર્તન કરતા, જે અષ્ટાપદ પર ગૌતમસ્વામીના મુખે સાંભળેલું હતું.
Jain Education International
For Private & Personal Use Only
... કહે કલાપૂર્ણસૂરિ
www.jainelibrary.org