________________
દૂષિત વાણી (ખાણી-પીણી) જેની હોય તેનામાં મંત્રચૈતન્ય પ્રગટે નહિ. વાણીમાં વિકાર ન આવે તે જુઓ.
* ૧૦૦૦ આરાધકોનો જાપ અશુભને ભસ્મીભૂત કરે, મંગળનો ધોધ વહેવડાવે, પ્રકૃતિને નમસ્કૃતિથી ભીંજવી નાખે.
સામૂહિક જાપમાં પ્રત્યેક આરાધકને ૧૦૦૦ ગણો પ્રકાશ મળે છે.
૧૪ રાજલોકમાં મનોવર્ગણાના પુદ્ગલો ફેલાવી દે.
પાવર કેટલો ? ૧ આરાધક ઃ
૧૦૦૦ આરાધક = ૧૦૦૦ H. P
શક્તિનો સ્રોત = U૨૯૦ = વિસ્ફોટ.
નવકાર શાન્તિનું ક્ષેપાસ્ત્ર, દિવ્ય ચેતનાનું અવતરણ, સુરક્ષાનું કવચ, પર્યાવરણની શુદ્ધિરૂપ સંકલ્પસિદ્ધ મંત્ર છે.
પૂજ્યશ્રી :
‘સત્રે નીવા ન દંતવ્યા ।'
આ પ્રભુની મુખ્ય આજ્ઞા છે. એનું પાલન કરે તેને તીર્થંકર-પદ મળે. આજ્ઞાનું આરાધન અહિંસાદ્વારા થાય.
= ૧ H. P
અહિંસાના રક્ષણ માટે જ શેષ ૪ વ્રતો છે.
અહિંસાના પ્રશ્ન વ્યાકરણમાં ૬૦ પર્યાયવાચી શબ્દો છે.
એમાં એક શબ્દ છે : શિવા.
‘અહં તિત્ત્વયામાયા શિવાલેવી...’
માં શિવાનો અર્થ અહિંસા-કરુણા કરી જુઓ પછી અર્થ કેવો બેસે છે ? અરિહંતની જ નહિ, પાંચે પરમેષ્ઠીની જનની અહિંસા છે, કરુણા છે. આજ્ઞા અને આજ્ઞા-પાલક એક છે.
આજ્ઞાપાલન કર્યું કે પ્રભુહૃદયમાં આવ્યા.
જડ કાગળના ટૂકડા પર લખેલા નામ માત્રથી તમે કલકત્તા સુધી પહોંચી ગયા ? શશીકાંતભાઈ ! નામની કેટલી તાકાત ?
શશીકાંતભાઈ કલક્તા સુધી જઈ શકતા હોય તો ભગવાન આપણા હૃદયમાં કેમ ન આવે ? નામ લો ને ભગવાન હાજ૨ !
કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
.....
For Private & Personal Use Only
૪૪૯
www.jainelibrary.org